Breaking News : Asian Games 2026માં ભારતીય તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, પહેલી વાર ચેમ્પિયન બની

Breaking News : ભારતીય તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, પહેલી વાર ચેમ્પિયન બની છે.તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ છે, મહિલા રિકર્વ ટીમે ઇતિહાસ રચ્યો છે.

Breaking News : Asian Games 2026માં ભારતીય તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, પહેલી વાર ચેમ્પિયન બની
| Updated on: Oct 02, 2026 | 7:36 AM

Asian Games 2026માં ભારતે તીરંદાજી (Archery)માં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમે મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંકિતા ભકત, કીર્તિ અને કુમકુમની ત્રિપુટીએ ફાઇનલમાં મજબૂત દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. રિકર્વ મહિલા ટીમ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.

ભારતે મેડલ ટેલીમાં મજબૂત સ્થાન બનાવ્યું

ભારતે મેડલ ટેલીમાં ટોચના 10માં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે, કુલ 67 મેડલ સાથે 7મા સ્થાને રહ્યું છે. આ 67મેડલમાં 11 ગોલ્ડ, 23 સિલ્વર અને 33 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ચીન એશિયન ગેમ્સમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જે 155 ગોલ્ડ સહિત 290 મેડલ સાથે મેડલ ટેલીમાં આગળ છે.

ભારતીય ટીમે એક તીરે બે નિશાન બનાવ્યા

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમનો આર્ચરીમાં બીજો ગોલ્ડ મેડલ માટે મિક્સ કમ્પાઉન્ડ ટીમ તીરંદાજી ઇવેન્ટની ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને હરાવ્યું હતું. ભારતે શૂટ-ઓફમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતીય ટીમે એક તીરે બે નિશાન બનાવ્યા છે. 20મી એશિયન ગેમ્સમાં આર્ચરીમાં મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તો જીત્યો હતો. આ સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે. ભારતની ચિકિતા અને સાહિલે ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો હતો.

ભારતનો 11મો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ 2026 માં ભારતીય તીરંદાજી ટીમના ગોલ્ડ મેડલની જો વાત કરીએ તો. મહિલા કમ્પાઉન્ડ જ્યોતિ સુરેખા વેન્નમ,પૃથિકા પ્રદીપ, ચિકિતા તનિપાર્થી, મિક્સ કમ્પાઉન્ડ ટીમ,ચિકિતા તનિપાર્થી,સાહિલ જાધવ, તેમજ પુરુષ કમ્પાઉન્ડ ટીમમાં સાહિલ જાધવ, ગણેશ મણિ રત્નમ થિરુમુરુ, કુશલ દલાલે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.ભારતે પહેલી વાર રિકર્વ મહિલા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. એશિયન ગેમ્સમાં આ ભારતનો 11મો ગોલ્ડ મેડલ છે. તેના મેડલની સંખ્યા હવે 67 થઈ ગઈ છે.

Breaking News : ભારતે મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને 2028 ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું અહી ક્લિક કરો

 

Published On - 7:16 am, Fri, 2 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.