Breaking News : ભારતીય શૂટર્સેનું શાનદાર પ્રદર્શન, મહિલા સ્કીટ ટીમ બ્રોન્ઝ મેડલ જીત્યો

Asian Games 2026: જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતે મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જેમાં રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ 331નો સ્કોર કર્યો હતો.

Breaking News : ભારતીય શૂટર્સેનું શાનદાર પ્રદર્શન, મહિલા સ્કીટ ટીમ બ્રોન્ઝ મેડલ જીત્યો
| Updated on: Sep 23, 2026 | 9:36 AM

એશિયન ગેમ્સ 2026માં ભારતે પોતાનો 8મો મેડલ જીત્યો છે. ભારતના ખાતામાં આ મેડલ શૂટિંગની મહિલા સ્કીટ ઈવેન્ટમાં આવ્યો છે. જેમાં રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ 331નો સ્કોર કર્યો હતો. આ ત્રણેય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.આઈચી નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતને શૂટિંગમાં અત્યારસુધી આ છઠ્ઠો મેડલ છે. ટુંકમાં ભારતને 8માંથી 6 મેડલ ભારતીય શૂટરે જીતાડ્યા છે.

ભારતીય મહિલા સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

હવે સવાલ એ છે કે, રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ કમાલ કઈ રીતે કર્યું તો. આઈચી નાગોયામાં આ ભારતીય ત્રિપુટીએ મળી 331 અંકનો સ્કોર કર્યો હતો. ત્યારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પારિનાઝ ધાલીવાલા અને રઝિયા ધિલ્લોને 111-111 અંકનો સ્કોર કર્યો હતો. જ્યારે માહેશ્વરી ચૌહાણે 109 અંક મેળવ્યા હતા.

 

 

ભારતે બ્રોન્ઝ, ચીને જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય ટીમ 331 અંક કરી ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો ચીનની ટીમે 357ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કઝાકિસ્તાનની ટીમે 337 પોઈન્ટની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

શૂટિંગમાં ભારતનો મેડલ

ભારતે અગાઉ મહિલા અને પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા. ભારતે 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સોફ્ટ ટેનિસમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી

સોફ્ટ ટેનિસ (પુરુષ સિંગલ્સ) ક્વાર્ટર ફાઇનલમાં, ભારતના જય મીનાએ ફિલિપાઇન્સના શેરવિન નુગુઇટને નજીકની અને રોમાંચક મેચમાં 4-3 થી હરાવ્યો. આ જીત સાથે, તેણે ભારતને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાક્કો કરી દીધો છે. જય એશિયન ગેમ્સના ઇતિહાસમાં સોફ્ટ ટેનિસમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. હવે તેનો સામનો સેમિફાઇનલમાં જાપાનના તાકુયા કુરોસાકા સામે થશે, જ્યાં તે ફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી અહી ક્લિક કરો

 

Published On - 9:02 am, Wed, 23 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.