Breaking News : ટીમ ઈન્ડિયાની એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાપાન સામે 5 ઓવરમાં મેચ જીતી

Asian Games 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં જાપાન સામે ક્વાર્ટર ફાઇનલ મેચ રમી હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચ 8 વિકેટથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

Breaking News : ટીમ ઈન્ડિયાની એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાપાન સામે 5 ઓવરમાં મેચ જીતી
| Updated on: Sep 18, 2026 | 12:57 PM

IND vs JPN Women, Asian Games 2026: એશિયન ગેમ્સ 2026ના કવાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ક્રિકેટ ટીમને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. આ મેચમાં જાપાનની ટીમ માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટોસ જીતી પહેલા ફીલ્ડિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની સામે જાપાનના બેટ્સમેન હાંફી ગયા હતા. ત્યારે ભારતીય મહિલા ટીમે આ ટાર્ગેટને સરળતાથી પૂર્ણ કર્યો હતો.ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026 માં BCCI ની જર્સી પહેરી ન હતી, જેનાથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, આ પાછળ એક કારણ છે. જાણો

શ્રી ચરણીએ ધમાલ મચાવી

શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સ્પિનર શ્રી ચરણીએ પોતાના ટી20 કરિયરમાં બેસ્ટ પ્રદર્શન કર્યું છે. 10 રન આપી 4 વિકેટ લીધી હતી. ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. આ વાતનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે, જાપાનની ટીમ પોતાની આખી ટીમ માત્ર 3 બાઉન્ડ્રી ફટકારી શકી હતી. આ દરમિયાન જાપાનની ટીમ શરુઆતથી રન બનાવવામાં ઝઝુમતી હતી. પાવરપ્લેની શરુઆતની 6 ઓરમાં જાપાનની મહિલા ટીમ માત્ર 24 રન બનાવી શકી હતી. જેમાં 2 ચોગ્ગા આવ્યા હતા.7મી ઓવરમાં ચરણીએ 2 બોલ પર બે વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ પણ 13 રન આપી 2 વિકેટ લીધી હતી. બંને ખેલાડીઓ રન આઉટ થઈ પેવેલિયન પરત ફરી હતી.

શેફાલી વર્માએ તોફાની ઈનિગ્સ રમી

આ ટાર્ગેટના જવાબમાં શેફાલી વર્માએ ભારતની ફાસ્ટ શરુઆત અપાવી હતી. શેફાલી વર્મા અને રિચા ધોષ સાથે મળી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ દરમિયાન શેફાલી વર્મા 15 બોલમાં અણનમ 40 રનની વિસ્ફોટક ઈનિગ્સ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ હતી. તો રિચા ધોષે 6 બોલમાં 12 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. જેના કાણે ભારતને આ ટાર્ગેટને 5 ઓવર એટલે કે, 30 બોલમાં 2 વિકેટના નુકસાન પર પૂર્ણ કર્યો હતો.

બીસીસીઆઈની જર્સી ન પહેરવા પાછળનું કારણ

ICC અથવા દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝમાં, ખેલાડીઓ સીધા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું પ્રતિનિધિત્વ કરે છે. એશિયન ગેમ્સમાં, ભારતીય ટુકડી એક જ ટીમ તરીકે સ્પર્ધા કરે છે. ક્રિકેટ ટીમ અલગથી ભાગ લેવાને બદલે સમગ્ર ભારતીય ટુકડીનો ભાગ છે. પરિણામે, બધા ભારતીય રમતવીરો ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના ધ્વજ હેઠળ સ્પર્ધા કરે છે, આમ વ્યક્તિગત રમતગમત સંઘોની માન્યતા કરતાં રાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનને પ્રાથમિકતા આપવામાં આવે છે.

Breaking News : Asian Games 2026માં મોટો વિવાદ, 30 કલાકની મુસાફરી બાદ જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને પુરુષ કોચને અડધી રાત્રે એક જ રુમ મળ્યો અહી ક્લિક કરો

 

Published On - 12:47 pm, Fri, 18 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.