Breaking News : એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ

19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યા બાદ હવે ભારતે કબડ્ડીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે 100 મેડલનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો હતો. આ 100 મેડલમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ સામેલ છે. મહિલા કબડ્ડીમાં ભારતે 25મો ગોલ્ડ જીત્યો હતો.

Breaking News : એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
| Edited By: | Updated on: Oct 07, 2023 | 9:20 AM

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં આજે ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલા તીરંદાજીમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો, જ્યારે બીજો ગોલ્ડ ભારતની મહિલા કબડ્ડી ટીમની ખેલાડીઓએ ભારત (India) ને અપાવ્યો હતો.

ભારતને તીરંદાજીમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મળ્યો

ભારતે 19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા ગોલ્ડ મેડલ મેચમાં ભારતની જ્યોતિ સુરેખાએ દક્ષિણ કોરિયાની સો ચાએ વોનને 149-145ના માર્જિનથી હરાવ્યું. અદિતિએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે પુરુષોની તીરંદાજીમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યો

શનિવારે પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. ફાઈનલમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અભિષેક વર્માએ સિલ્વર મેડલથી સંતોષ મનાવવો પડ્યો હતો. મતલબ ભારતે તીરંદાજીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ બંને જીત્યા હતા.

ક્રિકેટમાં પુરૂષ ટીમની નજર ગોલ્ડ મેડલ પર

ક્રિકેટની સિઝન ચાલી રહી છે. ભારતમાં વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે તો બીજી તરફ ચીનમાં એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રિકેટમાં પુરુષ વિભાગમાં ગોલ્ડ મેડલ માટે ભારતનો સામનો અફઘાનિસ્તાનના સામે થશે. અફઘાનિસ્તાનની ટીમ 2010 અને 2014ની સિલ્વર મેડલ વિજેતા છે. આ વખતે પણ તે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ભારતે મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ઋતુરાજ ગાયકવાડ એન્ડ કંપની પાસેથી પણ આવી જ સફળતાની અપેક્ષા રાખવામાં આવશે.

આ પણ વાંચો : Pakistan : પાકિસ્તાની ખેલાડીઓ પોતાની જ ટીમનું અપમાન કરી રહ્યા છે, જુઓ Video

PM મોદીએ પાઠવી શુભકામના

19મી એશિયન ગેમ્સના 14માં કબડ્ડીમાં મહિલા ખેલાડીઓએ ગોળ મેડલ જીતી ઈતિહાસ રચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભકામના પાઠવી હતી, સાથે જ એશિયન ગેમ્સમાં 100 મેડલ જીતવા પર દરેક રમતમાં મેડલ જીતનાર ખેલાડીઓને PM મોદીએ શુભેચ્છા પાઠવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:49 am, Sat, 7 October 23