Breaking News: IND vs PAK : હાઈ વોલ્ટેજ મેચમાં વરસાદની એન્ટ્રી, મેદાન પર ભાગ્યો ગ્રાઉન્ડ સ્ટાફ, જુઓ video

|

Sep 10, 2023 | 6:46 PM

એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચમાં વરસાદ વિઘ્ન બનતા મેચ રોકવામાં આવી હતી. મેચ રોકવામાં આવી તે સમયે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં 147/2 હતો. ભારતે બંને ઓપનરો શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર હાજર હતા.

Breaking News: IND vs PAK : હાઈ વોલ્ટેજ મેચમાં વરસાદની એન્ટ્રી, મેદાન પર ભાગ્યો ગ્રાઉન્ડ સ્ટાફ, જુઓ video

Follow us on

એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચમાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો હતો. 24.1 ઓવર બાદ મેચમાં વરસાદ અચાનક શરૂ થતાં ખેલાડીઓ મેદાન છોડવા મજબૂત બન્યા હતા. ટીમ ઈન્ડિયા (Team India) એ પાકિસ્તાન સામે આજની મેચમાં મજબૂત શરૂઆત કરી હતી અને 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા હતા.

રોહિત શર્મા – શુભમન ગિલની ફિફ્ટી

એશિયા કપના સુપર 4 મુકાબલામાં પાકિસ્તાને પહેલા ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો અને ભારતના ઓપનરોએ પાકિસ્તાનની મજબૂત બોલિંગ લાઈનઅપને શરૂઆતની ઓવરોમાં ધ્વસ્ત કરી નાખી હતી. શુભમન ગિલ અને રોહિત શર્માએ 16.4 ઓવરમાં 121 રનની ભાગીદારી કરી હતી. રોહિત 49 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ભારતે બે ઓવરમાં બે વિકેટ ગુમાવી

ભારતીય ટીમને શાનદાર સહરૂઆત બાદ અચાનક બેક ટુ બેક બે ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. ભારતે બંને બે ઓવરમાં બંને સેટ ઓપનરોની વિકેટ ગુમાવી હતી. ટીમને શાનદાર શરૂઆત અપાવનાર કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ હવે પેવેલિયન પરત ફર્યા છે. કેપ્ટન રોહિત 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ગિલ 58 રન પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.

વરસાદ અચાનક શરૂ થતાં મેચ રોકવામાં આવી

એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચમાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો હતો. 24.1 ઓવર બાદ મેચમાં વરસાદ અચાનક શરૂ થતાં ખેલાડીઓ મેદાન છોડવા મજબૂત બન્યા હતા. ટીમ ઈન્ડિયાએ (Team India) પાકિસ્તાન સામે આજની મેચમાં મજબૂત શરૂઆત કરી હતી અને 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો : Birth Anniversary : એક જ દિવસમાં 2 સદી ફટકારીને અંગ્રેજોને રાતા પાણીએ રોવડાવનાર ભારતના ક્રિકેટના જાદુગર

વરસાદ બંધ થતાં કોલંબોમાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મેદાનમાં

એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ શરૂ થતાં 24.1  ઓવર બાદ મેચ રોકવામાં આવી હતી. જેના થોડા સમય બાદ વરસાદ બંધ થતાં હવે જલ્દી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થશે એવી શક્યતા છે. વરસાદ બંધ થતાં કોલંબોમાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મેદાનમાં પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ શરૂ થયો ત્યારે ભારતનો સ્કોર 24.1 ઓવરમાં 147/2 હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલી ક્રિઝ પર હાજર હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:14 pm, Sun, 10 September 23

Next Article