Breaking News: IND vs PAK : કુલદીપ યાદવની પાંચ વિકેટ, ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું

|

Sep 11, 2023 | 11:38 PM

કુલદીપે ફહીમ અશરફને આઉટ કરીને પાકિસ્તાનની આઠમી વિકેટ ઝડપી હતી અને આ સાથે ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી હતી. પાકિસ્તાનના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેથી જ તેઓ બેટિંગ કરવા આવ્યા ન હતા. કુલદીપે આ મેચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારત સુપર 4 રાઉન્ડમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં મોટી જીત હાંસલ કરી હતી.

Breaking News: IND vs PAK : કુલદીપ યાદવની પાંચ વિકેટ, ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું
Team India

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) અને કેએલ રાહુલની શાનદાર ઈનિંગ્સ બાદ કુલદીપ યાદવની શાનદાર બોલિંગના સહારે ભારતે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું. વિરાટ કોહલીના અણનમ 122 રન અને કેએલ રાહુલ (KL Rahul) ના અણનમ 111 રનના આધારે ભારતે કુલ 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને મેચ જીતવા 357 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે પાકિસ્તાનની ટીમ માત્ર 128 રન બનાવી શકી હતી અને ભારતે પાકિસ્તાન સામે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી.

પાકિસ્તાન સામેની વનડેમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

એશિયા કપમાં સુપર 4 રાઉન્ડના મહા મુકાબલામાં ભારત સામે પાકિસ્તાનના માત્ર નવ બેટ્સમેનોએ જ બેટિંગ કરી હતી કારણ કે પાકિસ્તાનના બે બોલરો નસીમ શાહ અને હરિસ રઉફ મેચમાં ઘાયલ થયા હતા અને તેથી તેઓ બેટિંગ કરવા આવ્યા જ ન હતા. આ કારણે જ્યારે પાકિસ્તાનની આઠમી વિકેટ પડી ત્યારે મેચ ભારતના નિયંત્રણમાં આવી ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન સામેના વનડે ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : IND vs PAK : હાર્દિક પંડ્યાએ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું મિડલ સ્ટમ્પ ઉડાવી દીધું, જુઓ Video

કુલદીપ યાદવની કમાલ બોલિંગ

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ સુપર 4 મેચ પહેલા પાકિસ્તાની બોલરોનો ડર દેખાઈ રહ્યો હતો, કારણ કે બંને ટીમોની છેલ્લી ટક્કરમાં શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફે તબાહી મચાવીને ભારતીય ટીમની બેટિંગને તબાહ કરી નાખી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચ બે દિવસ સુધી ચાલી હતી અને બંને દિવસે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત રહી હતી, જ્યાં પહેલા ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાનના ભયંકર બોલિંગ આક્રમણને ધોઈ નાખ્યો હતો. ત્યારબાદ જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર જેવા ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેટિંગની કમર તોડી નાખી હતી. એ પછી કુલદીપે બાકીનું કામ કરી નાખ્યું હતું અને ભારતને સૌથી યાદગાર જીત અપાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:01 pm, Mon, 11 September 23

Next Article