Breaking News : એલેક્ઝન્ડર જ્વેરેવએ જીત્યો પહેલો ગ્રેંડ સ્લેમ, માસ્ટર બ્લાસ્ટરે કર્યા વખાણ

Alexander Zverev : ફ્રેન્ચ ઓપન 2026ના મેન્સ સિંગલની ફાઈનલ મેચ જર્મનીના સ્ટાર ટેનિસ ખેલાડી એલેકઝન્ડર જ્વેરેવે અને ઈટલીના ફ્લેવિયો કોબોલી વચ્ચે રમાઈ હતી. એલેકઝન્ડરે પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લૈમ જીત્યો છે. સચિન તેંડુલકરે પણ ખેલાડીના વખાણ કર્યા છે.

Breaking News : એલેક્ઝન્ડર જ્વેરેવએ જીત્યો પહેલો ગ્રેંડ સ્લેમ, માસ્ટર બ્લાસ્ટરે કર્યા વખાણ
| Updated on: Jun 08, 2026 | 11:58 AM

French Open 2026, Alexander Zverev : જર્મનીના એલેક્ઝેન્ડરે જ્વેરેવે ફ્રેન્ચ ઓપન 2026નો ખિતાબ પોતાને નામ કર્યો છે. આ તેનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. જે તમણે 7 જૂનના રોજ રમાયેલી ફાઈનલમાં ફ્લૈવિયો કોબોલીને l, 6-1, 4-6, 6-4, 6-7 (5), 6-1 થી હરાવી જીત્યો હતો. 4 કલાકથી વધારે સમય ચાલેલા આ મેચ જીત્યા બાદ જેરોવ રડી પડ્યો હતો. તે પેરિસની લાલ માટીના કોર્ટ પર ખુબ ખુશ થયો હતો. તેમણે પોતાના કરિયરમાં આ મોટી સફળતા મેળવી હતી.

ડોકટરે આપ્યો જવાબ, જ્વેરેવે હાર ન માની

જ્વેરેવે માટે આ પળ ખુબ ખાસ રહેવાનું મોટું કારણ તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલું પણ છે. જ્વેરેવ અહી સુધી પહોંચવા માટે તેની હિંમત અને તેનો આત્મવિશ્વાસ દેખાડે છે. કારણ કે, ડોક્ટરે તો તેને જવાબ આપી દીધો હતો કે, તેમણે કહ્યું હતું કે ટેનિસ ન રમવું. કારણ કે, તેના જીવને ખતરો છે. હવે જ્યારે એલેક્ઝેન્ડરે જ્વેરેવ ફ્રેન્ચ ઓપન તરીકે પોતાનો પહેલો ગ્રાન્ડસ્લૈમ જીત્યો છે. તો ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેના વખાણ કર્યા છે.

 

 

સચિન તેડુલકરનો ટેનિસનો શૌક પહેલાથી રહ્યો છે. ક્રિકેટ રમવાના દિવસમાં અનેક વખત તેમણે ટેનિસ કોર્ટ પર સમય પસાર કરતો જોવા મળ્યો છે. ફેડરર જોકોવિચ જેવા ખેલાડીઓની રમતથી ખુશ સચિન તેંડુલકરે આ વર્ષે પેરિસના કોર્ટ પરજ્વેરેવની રમત જોઈએ. તેમણે કહ્યું આ એક સ્પેશિયલ ખેલાડી છે.

એલેક્ઝાન્ડર ઝ્વેરેવને પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીતતો જોવો ખૂબ જ આનંદદાયક હતો. હું હંમેશા માનતો હતો કે, તે એક ખાસ ખેલાડી હતો. તેમણે ફ્લાવિયો કોબોલીની રમતની પણ પ્રશંસા કરતા કહ્યું કે બંને ખેલાડીઓએ ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે પોતાનું સર્વસ્વ આપ્યું.

એલેક્ઝાન્ડર ઝિરોવ ચાર વર્ષનો હતો ત્યારે તેને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું હતુ. જેમ જેમ તે મોટો થતો ગયો, તેમ તેમ તેના ડૉક્ટરે તેને ટેનિસ અને અન્ય સ્ટ્રેથ માંગતી રમતો રમવાની સલાહ આપી. ડૉક્ટરે કહ્યું કે, આમ કરવાથી તેના જીવન માટે ખતરો છે. જોકે, ઝિરોવે પોતાની જાતને વચન આપ્યું કે તે ફક્ત ટેનિસ રમવા માંગે છે. આ વચન પૂર્ણ કરવા માટે, તેણે જરૂરી દરેક સાવચેતી લીધી, અને આખરે, આ રોગે તેની સામે હાર માનવી પડી.

 

Sachin Tendulkar Family Tree : પિતા કવિ, માતા ઇંશ્યોરન્સ એજન્ટ અને પુત્ર ક્રિકેટર, બહેને આપ્યું હતું પ્રથમ બેટ, જાણો સચિન તેંડુલકરના પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us