
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળતો હોય છે. આ વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક એવો વીડિયો શેર કર્યો છે. જેનાથી પાકિસ્તાન લાલચોળ થયું છે. ભારતની સાથે ક્રિકેટ સીરિઝને લઈ પ્રમોશનલ વીડિયોમાં એસીબીએ ગિલગિટ-બાલિ્ટસ્તાન અને પીઓકેને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે. રવિવારના રોજ એસીબીએ પોતાના એક ઓફિશિયલ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. જેનાથી પાકિસ્તાન ગુસ્સે થયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આનાપર આપત્તિ પણ વ્યક્ત કરી છે.
એસીબીનો આ વીડિયો જોઈ પાકિસ્તાન એટલું પરેશાન થયું કે, આ મામલો હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આવાની તૈયારીમાં છે. પરંતુ આને લઈ હજુ કોઈ અધિકારિક જાહેરાત થઈ નથી. તમને ખ્યાલ હોય તો છેલ્લા થોડા સમય પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવનો માહૌલ હતો. સરહદ વિવાદને લઈ અનેક વખત ગોળીબારી પણ થઈ ચૂકી છે. આ સાથે પાકિસ્તાન આરોપ લગાવે છે કે, અફઘાનિસ્તાનના સમર્થન પર જ ટીટીપી હુમલો કરે છે. તે આંતકવાદ માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નકશા પર દર્શાવેલ ભાગ કાબુલ તરફથી રાજદ્વારી સંકેત તરીકે જોઈ શકાય છે, જે તેની સ્વતંત્ર વિદેશ નીતિ અને પાકિસ્તાનની પ્રાદેશિક ચિંતાઓને ધ્યાનમાં લીધા વિના ભારત સાથે જોડાવાની ઇચ્છા દર્શાવે છે.
A series the nation has been eagerly awaiting.
A series that will once again bring together two nations with deep-rooted history, culture, and a shared passion for the game.
These are more than just matches. They are encounters of passion, excitement, and significance,… pic.twitter.com/Q8h7MYX1yf
— Afghanistan Cricket Board (@ACBofficials) September 6, 2026
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની પોસ્ટમાં લખ્યું આ સીરિઝને આખા દેશમાં રાહ જોવાય રહી છે. આ સીરિઝ 2 દેશોને નજીક લાવનારી છે. આ એ 2 દેશનો ઈતિહાસ સંસ્કૃતિ સાથે જોડાયો છે. તમને જણાવી દઈએ કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ સીરિઝ 13,15,17 સપ્ટેમ્બરના દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.