Breaking News : Asian Games 2026માં ભારતે સેલિંગમાં Silver મેડલ જીત્યો

ભારતે એશિયન ગેમ્સ 2026 ( Asian Games 2026)માં પોતાનો પહેલો સેલિંગ ( sailing) મેડલ જીત્યો. મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરિસિંકલ નોબલે પુરુષોની સ્કિફ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો.

Breaking News : Asian Games 2026માં ભારતે સેલિંગમાં Silver મેડલ જીત્યો
| Updated on: Oct 01, 2026 | 10:34 AM

ભારતે એશિયન ગેમ્સ 2026 ( Asian Games 2026)માં સેલિંગ ( sailing)માં પોતાનો પહેલો મેડલ જીત્યો. મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરિસિંકલ નોબલે પુરુષોની સ્કિફ ઇવેન્ટ જીતી, જેનાથી કુલ મેડલની સંખ્યા 62 થઈ ગઈ.

2026 એશિયન ગેમ્સમાં ભારતે સેલિંગમાં પોતાનો પહેલો મેડલ જીત્યો. મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરિસિંકલ નોબલે પુરુષોની સ્કીફ ઇવેન્ટમાં ચીનથી પાછળ રહીને સિલ્વર મેડલ જીત્યો. છેલ્લા કેટલાક દિવસોમાં નવ રેસ પછી, પ્રિન્સ અને મનુએ 23 પોઈન્ટ સાથે સમાપ્ત કર્યું. તેમણે એક રેસ જીતી અને એકંદરે ખૂબ જ સારું અને પ્રદર્શન કર્યું. તેઓ ગોલ્ડ મેડલ જીતનાર ચીનથી પાછળ રહ્યા અને હોંગકોંગથી આગળ રહ્યા, જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો.

આજનું મેડલ લિસ્ટ

આજે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના ખાતામાં 2 મેડલ આવ્યા છે. પહેલો મેડલ સ્કવોશમાં આવ્યો છે. એશિયન ગેમ્સ (Asian Games 2026)માં મહિલા ટીમ સ્ક્વોશ ( squash)સેમિફાઇનલમાં ભારતનો હોંગકોંગ સામે 1-2થી હાર થઈ હતી. આ હાર સાથે, ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. બીજો મેડલ ભારતે એશિયન ગેમ્સ 2026માં સેલિંગ માં પોતાનો પહેલો મેડલ જીત્યો.

એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટ સેમિફાઇનલમાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. ભારતીય ટીમની નજર એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતવા પર છે.

 

ગોલ્ડ મેડલ જીતવાની તક

તો બીજી બાજુ ભારતીય ગ્રીકો-રોમન કુસ્તીબાજ નિતેશે એશિયન ગેમ્સમાં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું, પુરુષોની 97 કિગ્રા વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ સ્પર્ધામાં સ્થાન મેળવ્યું. સેમિફાઇનલમાં ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા નિતેશે મોંગોલિયાના ગાંખુઆંગ ગાંબાતરને હરાવ્યો. હવે, નિતેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી એશિયન ગેમ્સમાં મેડલ ટેબલમાં ચીન સૌથી આગળ છે. ત્યારબાદ જાપાન અને કોરિયા રિપબ્લિક એટલે કે સાઉથ કોરિયા છે. ભારત અત્યારે મેડલ ટેબલમાં 8માં નંબર પર છે.10 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ અને 30 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 62 મેડલ છે.

Breaking News : Asian Games 2026માં ભારતીય સ્ક્વોશ ટીમે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અહી ક્લિક કરો

 

Published On - 10:04 am, Thu, 1 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.