BHARUCH : દીકરીને ક્રિકેટર બનાવવા પિતાની તપસ્યા, ખેતરને બનાવ્યું ક્રિકેટ ગ્રાઉન્ડ

|

Feb 22, 2021 | 2:58 PM

BHARUCH : એક પિતા પોતાની પુત્રીની કારર્કિદી બનાવવા સર્વસ્વ ન્યૌછાવર કરે છે. આવું જ એક ઉદાહરણ ઝઘડિયાના બલેશ્વર ગામમાં સામે આવ્યું છે.

BHARUCH : દીકરીને ક્રિકેટર બનાવવા પિતાની તપસ્યા, ખેતરને બનાવ્યું ક્રિકેટ ગ્રાઉન્ડ
મુસ્કાન વસાવા, મહિલા ક્રિકેટર

Follow us on

BHARUCH : એક પિતા પોતાની પુત્રીની કારર્કિદી બનાવવા સર્વસ્વ ન્યૌછાવર કરે છે. આવું જ એક ઉદાહરણ ઝઘડિયાના બલેશ્વર ગામમાં સામે આવ્યું છે. જે રીતે ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના પિતાએ કર્યું એવું જ કંઇક અહીં જોવા મળ્યું છે.

અહીં, એક પિતાએ પોતાની દીકરીના ક્રિકેટ પ્રત્યેના ઝનૂનને પિતાએ પીઠબળ પૂરું પાડ્યું છે. ગુજરાત મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન અને ફાસ્ટ બોલર મુસ્કાન વસાવા પરફોમન્સના દમ પર ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાત મહિલા ક્રિકેટની સિનિયર ટીમમાં મુસ્કાન વસાવાની પસંદગી થઇ છે. આ સાછે મુસ્કાન જિલ્લાની પહેલી મહિલા ક્રિકેટર બની છે. મુસ્કાનની આ સફળતા પાછળ એક પિતાનું સમર્પણ પણ સમાયેલું છે. પુત્રીની ક્રિકેટ પ્રત્યેનો જનૂનને જોઇ પિતાએ સમાજની પરવા કરી ન હતી. અને, દીકરીને નેશનલ ખેલાડી બનાવવા એક પિતા દિવસરાત એક કરી રહ્યાં છે. મુસ્કાનના પિતા ચંદ્રકાન્ત વસાવા ક્રિકેટ પ્રત્યેનો પ્રેમને લઇ ક્રિકેટ રમવા જતા હતા. જ્યાં મોટાભાગે યુવકો જ ક્રિકેટ રમવા આવતા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગામના ગ્રાઉન્ડમાં પિતાને મેચ રમતા જોઈ નાનકડી મુસ્કાનને ક્રિકેટર બનાવની જીદ જોવા મળી. જેથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. ઝઘડિયાના નાનકડા બલેશ્વર ગામમાં પિતાએ તેના માટે પ્રેક્ટીસ કરવા આખું ગ્રાઉન્ડ ઉભું કરી દીધું છે. તે પૂર્વે સારી કોચિંગ અપાવા માટે ચંદ્રકાન્તભાઈ વસાવા પુત્ર અને પુત્રીને લઇ વડોદરા કોચિંગ કરાવાની શરૂઆત કરી હતી. પરંતુ ગાયકવાડી સ્ટેટમાં ભરૂચ જિલ્લો ન આવતો હોવાથી પુત્રીના આગળ વધવામાં અવરોધ ઉભો થઇ રહ્યો હતો. જેને લઇ પિતાએ તેને બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી એનઓસી મેળવી ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન તરફથી રમાડવાની શરૂઆત કરી હતી. ત્યાંથી શરૂ થઇ મુસ્કાનની સફળતાની. હાલ ટ્રાઇબલ વિસ્તારની આ દીકરીએ ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે.

દીકરીને ઉચ્ચ ટ્રેનિંગ માટે પિતાએ ફિઝિયોથી લઇ સારા કોચની સુવિધા ઉભી કરવામાં કોઈજ કસર ન છોડી. તેને અંકલેશ્વર ખાતે આવેલા હાઈ ટચ ક્રિકેટ એકેડેમી ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસો.ના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી છે. તેણી ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ વતી અન્ડર-19 ગુજરાત ટીમમાં સિલેક્ટ થઇ. જ્યા અંતર રાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી 4 ફિફટી અને ફાસ્ટ બોલર બની વિકેટો પણ ખેરવી ઓલરાઉન્ડર તરીકે ઓળખ ઉભી કરી.

ચંદ્રકાંત વસાવા, મુસ્કાનના પિતા

 

દીકરીની સિનિયર ટીમમાં પસંદગી થતાં ખુબ ખુશ છું : ચંદ્રકાંત વસાવા
પોતાની દીકરીની પસંદગી સ્ટેટ ક્રિકેટની સિનિયર ટીમમાં થતા પિતા ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. અને, તેઓ પોતાની દીકરી ભારત વત્તી ટીમમાં રમે તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

Published On - 2:57 pm, Mon, 22 February 21

Next Article