
ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શાનદાર સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. તેણે એકલા હાથે ઓસ્ટ્રેલિયાના બોલરોનો સામનો કરીને માત્ર સિરીઝ ડિસાઇડરમાં ટીમની સંભાળ જ નથી લીધી, પરંતુ ઈંગ્લેન્ડના સ્કોરબોર્ડને પણ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું છે. ત્રણ મેચની વનડે સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર હતી. આવી સ્થિતિમાં અંતિમ અને નિર્ણાયક મેચમાં બેન ડકેટે 94 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની વનડે કરિયરની સાતમી સદી છે.
હોબાર્ટમાં રમાયેલી સિરીઝની અંતિમ વનડેમાં બેન ડકેટે શાનદાર બેટિંગ કરતાં 115 બોલમાં 133 રન ફટકાર્યા. તેની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા સામે બેન ડકેટેએ આ તેની ત્રીજી વનડે સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે. બેન ડકેટ અત્યાર સુધી પોતાના વનડે કરિયર માં કુલ 7 સદી ફટકારી ચૂક્યો છે. તેમાંથી સૌથી વધુ 3 સદી તેણે ઓસ્ટ્રેલિયા સામે જ નોંધાવી છે. આ આંકડા ઓસ્ટ્રેલિયા સામેના તેના શાનદાર પ્રદર્શનની સાબિતી આપે છે.
ખાસ વાત એ છે કે બેન ડકેટે ઓસ્ટ્રેલિયા સામે ફટકારેલી પોતાની ત્રણેય સદી અલગ-અલગ દેશોમાં નોંધાવી છે. તેણે પોતાની પ્રથમ સદી ઈંગ્લેન્ડના બ્રિસ્ટલમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. ત્યારબાદ બીજી પાકિસ્તાનના લાહોરમાં પણ સદી નોંધાવી હતી. ત્યારબાદ ફરી એક વાર આજ ઓસ્ટ્રેલિયાના હોોબાર્ટમાં શાનદાર સદી ફટકારીને તેણે આ યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે. આમ, ઓસ્ટ્રેલિયા સામેની તેની ત્રણેય સદી ત્રણ અલગ-અલગ દેશોમાં આવી છે.
બેન ડકેટે હોબાર્ટ ODI માં બે પાર્ટનરશિપ કરી જેમ શાનદાર પ્રદર્શન સાથે સદી ફટકારી. તેણે ટોમ બેન્ટન સાથે શરૂઆતની વિકેટ માટે 52 બોલમાં 74 રન અને પછી વિલ જેક્સ સાથે છઠ્ઠી વિકેટ માટે 42 બોલમાં 56 રન બનાવ્યા.
બેન ડકેટની ઇનિંગ્સની સુંદરતા ફક્ત તેની પટનરશીપ જ નહીં, પરંતુ બીજી બાજુ પડતી વિકેટો વચ્ચે તેણે એક છેડો કેવી રીતે પકડી રાખ્યો તે પણ નોંધપાત્ર હતું. બેન ડકેટની સદી વિના હોબાર્ટ ODI માં ઇંગ્લેન્ડનો પાયો હચમચી ગયો હોત. બેન ડકેટની સદીને કારણે જ હોબાર્ટમાં ઇંગ્લેન્ડ મેચમાં ટકી રહ્યું.
આ પણ વાંચો : IPLની એ ટીમ જેને કેપ્ટન ધોની ક્યારેય હરાવી શક્યો નહીં, જાણો તમામ ટીમો સામે કેવો છે ‘થાલા’નો રેકોર્ડ