
આ મેચમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયા પર 311 રનની લીડ મેળવી હતી અને પછી માત્ર 0 ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી, ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી અને મેચને ડ્રો રહી હતી,પરંતુ, આ દરમિયાન, એક મોટો અહેવાલ આવી રહ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે BCCI ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત 3 લોકો પર મોટો નિર્ણય લઈ શકે છે. ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા 2 લોકોને લઈ એવી ચર્ચા ચાલી રહી છે કે, તેને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે, રિપોર્ટ મુજબ બીસીસીઆઈની આ એક્શન ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શનને લઈ હશે.
ધ ટેલીગ્રાફના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોઈ પણ કાર્યવાહી કરતી જોવા મળશે નહી પરંતુ એશિયા કપ 2025 બાદ અને આ વર્ષે ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિધ શરુ થતાં પહેલા તે હેડ કોચ ગૌતમ ગંભીર સહિત 3 લોકો પર મોટો નિર્ણય લઈ શકે છે. આ 3 લોકો એટલે કે, ગૌતમ ગંભીર સિવાય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મૉર્ને મૉર્કેલ અને ફીલ્ડિંગ કોચ રેયાન ડેસકાટે સાથે છે,
બીસીસીઆઈનું માનવું છે કે, મૉર્ને મૉર્કેલના બોલિંગ કોચ રહેતા ભારતીય ટીમ બોલિંગમાં વધારે કાંઈ ખાસ જોવા મળ્યું નથી. ફીલ્ડિંગમાં રેયાન ડેસકાટે પણ છે. ત્યારે આ બંન્નેને બહારનો રસ્તો દેખાડી શકાય છે. ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં મૉર્ને મૉર્કેલ અને રેયાન ડેસકાટેની એન્ટ્રી ગૌતમ ગંભીરના કહેવા પર થઈ હતી. ગૌતમ ગંભીરને બીસીસીઆઈ હેડકોચ તરીકે રાખી શકે છે.
રિપોર્ટ મુજબ બીસીસીઆઈ હજુ ગૌતમ ગંભીરને તક આપવાના મૂડમાં છે. જેથી તેઓ ટીમને બદલાવના ફેઝમાંથી બહાર લાવી શકે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈની ચાબુક ચીફ સિલેક્ટર અજિત અગરકર અને સિલેક્ટર શિવ સુંદર દાસ પર પણ ચાલી શકે છે.
Published On - 9:49 am, Mon, 28 July 25