BCCI: ક્રિકેટના લાઇવ પ્રસારણ દરમ્યાન હવે વધુ સુંદર હવાઇ દ્રશ્યો જોવા મળશે, ભારત સરકારે આપી મંજૂરી

|

Feb 09, 2021 | 10:48 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં રમાનારી હવે મેચોના પ્રસારણ માટે ના વ્યુઝઅલ અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શકાશે.

BCCI: ક્રિકેટના લાઇવ પ્રસારણ દરમ્યાન હવે વધુ સુંદર હવાઇ દ્રશ્યો જોવા મળશે, ભારત સરકારે આપી મંજૂરી
ક્રિકેટ મેચોના ફિલ્માંકન માટે એવિએશન નિયમાનુસાર શરત સાથે છુટ આપવામાં આવી છે.

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં રમાનારી હવે મેચોના પ્રસારણ માટેના વ્યુઝઅલ અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શકાશે. વિમાન ક્ષેત્ર નિયામક DGCA અને નાગરિક વિમાન મંત્રાલય એ, BCCI ને આ વર્ષ માટે ક્રિકેટ મેચ દરમ્યાન મેદાનની ઉપરથી ડ્રોન દ્રારા ફિલ્માંકનની શરતી મંજૂરી આપવામાં આવી છે. સિવીલ એવિએશન મંત્રાલય (Civil Aviation Ministry) સમક્ષ લાઇવ પ્રસારણ માટે રિમોટલી પાયલેટેડ એયરક્રાફ્ટ સિસ્ટમ (RPAS) ના ઉપયોગ માટે અરજી મળી હતી. જે BCCI અને ક્વિડક દ્રારા કરવામાં આવી હતી.

અધિકારીક રીતે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, BCCI અને ક્વિડીકને 31 ડિસેમ્બર 2021 સુધી આ મંજૂરી આપવામાં આવી છે. ક્રિકેટ મેચોના ફિલ્માંકન માટે એવિએશન નિયમ 1973 મુજબ વિવિધ પ્રાવધાન અનુસાર શરત સાથે છુટ આપવામાં આવી છે. ડીજીસીઆઇ અને એવિએશન મંત્રાલય એ આ અંગેની મંજૂરી આપતા અલગ અલગ આદેશ આપ્યા હતા.

સંયુક્ત સચિવ અંબર દુબેએ બતાવ્યુ હતુ કે, દેશમાં ડ્રોન ઇકો સિસ્ટમનો ઝડપ થી વિસ્તાર થવા લાગ્યો છે. કૃષિ, ખનન, સ્વાસ્થય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ થી લઇને ખેલ અને મનોરંજન ક્ષેત્રમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં ડ્રોનના વાણિજ્યક ઉપયોગ વધારવા માટે કેન્દ્ર સરકારના ઉદ્દેશોને લઇને મંજૂરી આપવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દરમ્યાનમાં ઇંગ્લેંડની ટીમ ભારતના પ્રવાસે આવેલી છે. બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી અને ટી20 તેમજ વન ડે શ્રેણી પણ રમાનારી છે.

Published On - 10:46 pm, Tue, 9 February 21

Next Article