
શુભમન ગિલને ગરદનમાં ઈજા થયા બાદ મોટું અપટેડ સામે આવ્યું છે. બીસીસીઆઈએ મીડિયા પર જાણકારી આપી છે કે, ભારતીય ટેસ્ટ કેપ્ટન જલ્દી રિકવર થઈ રહ્યા છે. અને ટીમ સાતે ગુવાહાટી જશે. ભારતીય ટીમ 22 નવેમ્બરથી બીજી ટેસ્ટ ગુવાહાટીમાં રમશે. તેમજ ગિલ સ્કવોડ સાથે જશે. પરંતુ ગિલ રમશે કે નહી તેના પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, ગિલના રમવા પર નિર્ણય મેચના એક દિવસ પહેલા 21 નવેમ્બરના રોજ લેવાશે.
શુભમન ગિલ કોલકાતા ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી. ગિલની ગરદનમાં ઈજા થઈ હતી.જેના કારણે તે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતુ. તેમજ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગિલને એક દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ હવે તેના પર નજર રાખી રહી છે અને તેના રમવાના નિર્ણય પર અંતમાં લેવામાં આવશે.
Medical Update: Shubman Gill
Team India captain Shubman Gill suffered a neck injury on Day 2 of the Kolkata Test against South Africa and was taken to the hospital for examination after the end of day’s play.
He was kept under observation and discharged the next day. Shubman…
— BCCI (@BCCI) November 19, 2025
હવે સવાલ એ થાય છે કે, શુભમન ગિલ રમી રહ્યો નથી તો તેનું સ્થાન કોણ લેશે? કોલકાતાના ઈડન ગાર્ડનમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ કરી હતી. કોલકાતામાં થયેલી આ પ્રેક્ટિસમાં સાંઈ સુદર્શને ખુબ પરસેવો પાડ્યો હતો. જેનાથી એવી ચર્ચા થઈ રહી ચે કે, આ ખેલાડીને ગિલના સ્થાને રમવાની તક મળી શકે છે. નીતિશ કુમાર રેડ્ડી પણ ટીમમાં સામેલ છે.
ભારતીય ટીમની આ સીરિઝની પહેલી ટેસ્ટમાં હાર થઈ હતી. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 0-1થી પાછળ છે. જો ગુવાહાટીમાં ફરી ભારતીય ટીમ કોઈ ભૂલ કરશે તો માત્ર સીરિઝ જ નહીં પરંતુ ટીમ મેનેજમેન્ટને પણ આકરી ટીકાનો સામનો કરવો પડશે.
Published On - 2:15 pm, Wed, 19 November 25