BCCI: આગામી ટુર્નામેન્ટ માટે બીડ નિતીને લઇને ICC અને BCCI વચ્ચે અણબનાવની સ્થિતી

|

Feb 27, 2021 | 12:45 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને દુનિયાના સૌથી તાકાતવર બોર્ડમાંથી એક માનવામાં આવે છે. પોતાની વાતને મજબૂતી થી રાખવા માટે અને તેને લઇને ક્રિકેટ બોર્ડને સહમત કરવાને લઇને BCCI જાણીતુ છે. હવે ફરી એક વાર ICC અને BCCI વચ્ચે અસહમતી નજર આવી રહી છે.

BCCI: આગામી ટુર્નામેન્ટ માટે બીડ નિતીને લઇને ICC અને BCCI વચ્ચે અણબનાવની સ્થિતી
ICC-BCCI

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને દુનિયાના સૌથી તાકાતવર બોર્ડમાંથી એક માનવામાં આવે છે. પોતાની વાતને મજબૂતી થી રાખવા માટે અને તેને લઇને ક્રિકેટ બોર્ડને સહમત કરવાને લઇને BCCI જાણીતુ છે. હવે ફરી એક વાર ICC અને BCCI વચ્ચે અસહમતી નજર આવી રહી છે. 2023 ના બાદ આગળના આઠ વર્ષ સુધી આયોજીત થનારી ટુર્નામેન્ટોને લઇને આ બાબત સામે આવી છે.

BCCI એ 2023 થી 2031 સુધીના આગળના આઠ વર્ષ ના સમયગાળા દરમમ્યાન વૈશ્વિક ટુર્નામેન્ટની મહેમાન ગતી માટે ICC તરફ રજૂ કરવામાં આવેલી નિતીને લઇને વિરોધ દર્શાવ્યો છે. આઇસીસીની બોર્ડ બેઠક દરમ્યાન બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યુ છે કે, તે વૈશ્વિક સંસ્થાની આમંત્રીત નિતી અને સંભવિત યજમાન દેશ થી ધનની માંગ કરવાના વિચારના વિરુદ્ધમાં છીએ.

આ અંગેની જાણકારી રાખનારા બીસીસીઆઇના સિનીયર અધિકારીએ કહ્યુ કે, બીસીસીઆઇ અધિકારીઓએ ગુરુવારે બોર્ડેની બેઠક દરમ્યાન આગળના સમયગાળા દરમ્યાન આમંત્રીત નિતીના તેમના વિચારની સામે અનિચ્છા સ્પષ્ટ કરી દીધી છે. અમને પુરો ભરોસો છે કે, અમે ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા થી પણ સારો સહયોગ મળી રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીડ ઇન્વાઇટ નિતીના વિચારને લઇને આઇસીસી ના મુખ્ય કાર્યકારી મનુ સાહનીનુ સમર્થન પ્રાપ્ત છે. જેમની પાસે આના માટે પાકિસ્તાન અને શ્રીલંકાના બોર્ડનો સહયોગ છે. સુત્ર એ કહ્યુ કે, એટલે સુધી કે કેટલાક નાના બોર્ડ જેવા કે ઓમાન અને અમિરાત ક્રિકેટ બોર્ડ ની સાથે મલેશિયા અને સિંગાપોર જેવા બોર્ડ છે, તેમનેપણ વૈશ્વિક ટુર્નામેન્ટની યજમાનીના માટે સંયુક્ત બીડ માટે કહ્યુ છે.

Next Article