
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ આફ્રિકાની એ ટીમ પણ ભારત પ્રવાસ આવશે. ઓસ્ટ્રેલિયાની બંન્ને ટીમ સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી ભારતનો પ્રવાસ કરશે. જ્યારે સાઉથ આફ્રિકા એનો ભારત પ્રવાસ પણ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રહેશે.
BCCI દ્વારા ત્રણેય ટીમોના પ્રવાસ સહિત કુલ 13 મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભારત સાથે 3 મેચની ODI સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયા A ટીમનો પ્રવાસ 2 મલ્ટી-ડે મેચ અને 3 ODI મેચ માટે હશે. આ ટીમ 16 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસ પર રહેશે.
ઓસ્ટ્રેલિયાની બંન્ને ટીમો બાદ સાઉથ આફ્રિકાની એ ટીમ ભારત પ્રવાસ પર આવશે. તેનો પ્રવાસ 30 ઓક્ટોબરથી શરુ થશે અને 19 નવેમ્બર સુધી ચાલશે. આ પ્રવાસ 20 દિવસનો હશે. આ દરમિયાન 2 મલ્ટી ડે મેચ સિવાય 3 વનડે સીરિઝ પણ રમાશે.
સૌ પ્રથમ, ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાશે. જે 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ સીરિઝ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક સારી તક હશે કારણણ કે, તે વર્લ્ડ કપ પહેલા પોતાની તૈયારીઓ કરી શકશે. ઓસ્ટ્રેલિયાની ટીમ જે વર્લ્ડ ક્રિકેટમાં પોતાની મજબુત સ્થિતિ માટે જાણીતી છે. એક મજબુત પડકાર આપશે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ટીમ આસીરિઝમાં પોતાની રણનીતિને વધુ મજબુત કરવાનો પ્રયત્ન કરશે.
હવે પ્રશ્ન એ છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન યોજાનારી આ મેચોનું સ્થળ કયું હશે? ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારત સામેની ત્રણેય વનડે મેચ ચેન્નાઈમાં રમવાની છે. પહેલી મેચ 14 સપ્ટેમ્બરે, બીજી 17 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 20 સપ્ટેમ્બરે રમાશે.
Published On - 1:58 pm, Thu, 29 May 25