BCCIએ ચીની કંપનીને કહ્યું ‘BYE BYE’, ભારતીય ટીમને મળી નવી સ્પોનસર કંપની

|

Jul 26, 2019 | 2:29 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઓનલાઈન શિક્ષણ આપતી કંપની BYJU’Sને ભારતીય ટીમની મુખ્ય સ્પોનસર બનાવવાની અધિકૃત પુષ્ટી કરી છે. આ કંપની હવે ભારતીય ટીમની ટી-શર્ટ પર મોબાઈલ બનાવનારી કંપની OPPOનું સ્થાન લેશે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો […]

BCCIએ ચીની કંપનીને કહ્યું BYE BYE, ભારતીય ટીમને મળી નવી સ્પોનસર કંપની

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઓનલાઈન શિક્ષણ આપતી કંપની BYJU’Sને ભારતીય ટીમની મુખ્ય સ્પોનસર બનાવવાની અધિકૃત પુષ્ટી કરી છે. આ કંપની હવે ભારતીય ટીમની ટી-શર્ટ પર મોબાઈલ બનાવનારી કંપની OPPOનું સ્થાન લેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ કંપની 5 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ભારતીય ટીમની અધિકૃત સ્પોનર રહેશે. BYJU’S હવે સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝથી ભારતીય ટીમની ટી-શર્ટ પર જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BCCIના CEO રાહુલ જૌહરીએ BYJU’Sને ભારતીય ટીમની અધિકૃત મુખ્ય સ્પોનસર બનાવવાની જાહેરાત કરતા કહ્યું કે ભારતીય ટીમની સાથે જોડાઈ રહેવા માટે BCCI તરફથી હું OPPOને ધન્યવાદ આપુ છુ. ભારતીય ટીમના નવા સ્પોનસર BYJU’Sને શુભેચ્છા આપુ છુ. ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે BCCI અને BYJU’S હવે સાથે મળીને કામ કરશે.

BCCIના એક અધિકારીએ કહ્યું કે આ ડીલમાં BCCIને તેટલી જ રકમ મળશે જેટલી OPPO કંપની આપતી હતી. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ ડીલ 31 માર્ચ 2022 સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે BYJU’Sની સ્થાપના કેરળના ઉદ્યોગપતિ વાયજૂ રવિન્દ્રને કરી છે. જેની વર્તમાન કિંમત 38 હજાર કરોડ રૂપિયા છે. ત્યારે BYJU’Sના CEOએ કહ્યું કે ભારતીય ટીમ માટે મુખ્ય સ્પોનસર બનવા પર અમને ગર્વ છે. એક શિક્ષણ કંપનીના રૂપમાં BYJU’S હંમેશા બાળકોના વિકાસમાં મદદ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં કરોડો લોકો ક્રિકેટથી પ્રભાવિત છે અને અમને વિશ્વાસ છે કે દરેક બાળક હવે આનાથી પ્રભાવિત થશે. ભારતીય ટીમની ટી-શર્ટ પર વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન સુધી OPPOનો લોગો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થશે અને 2 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. દક્ષિણ આફ્રિકા 15 સપ્ટેમ્બરથી ભારતનો પ્રવાસ કરશે અને આ સીરીઝની સાથે મેજબાન ટીમની જર્સી પર લાગેલો લોગો પણ બદલાઈ જશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article