પાકિસ્તાનના રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહેલા શાકિબ અલ હસન મામેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શાકિબ અલ હસન પર ઢાકામાં એક કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો છે.શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાન પ્રવાસ પર છે. જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે.
પાકિસ્તાનના રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહેલા શાકિબ અલ હસન મામેલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શાકિબ અલ હસન પર ઢાકામાં એક કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો છે. માત્ર શાકિબ જ નહિ બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીના સહિત કુલ 500 લોકોને આમાં આરોપી બનાવવામાં આવ્યા છે. શાકિબ હાલ રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે. જ્યાં તેમણે અત્યારસુધી 27 ઓવરમાં 109 રન આપી એક વિકેટ લીધી છે.
બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ પ્રમાણે શાકિબ વિરુદ્ધ ઢાકા મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાવનાર વ્યક્તિનું નામ રફિકુલ ઈસ્લામ છે. જે ઢાકામાં વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા વ્યક્તિનો પિતા છે. શાકિબ અલ હસન બાંગ્લાદેશ અવામી લીગના નેતા હતો. જે શેખ હસીનાની પાર્ટી હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીના દેશ છોડી ચાલી ગઈ છે. કેહવામાં આવી રહ્યું છે કે, શાકિબ અલ હસન વિરુદ્ધ આ કારણે કેસ નોંધાયો છે કે, તે શેખ હસીનાનો નજીકનો વ્યક્તિ હતો.
5 ઓગસ્ટના રોજ રૂબેલે વિરોધમાં ભાગ લીધો હોવાના અહેવાલ છે. રેલી દરમિયાન ગોળીબાર થયો હતો. જેના કારણે રુબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી. રુબેલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ 7 ઓગસ્ટના રોજ તેનું નિધન થયું હતું.37 વર્ષનો દિગ્ગજ ખેલાડી શાકિબ પોતાની હરકતોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે કેટલીક વખત અમ્પાયર સાથે ગેરવર્તન કરવા તો ક્યારેક ચાહકો સાથે ટકરાતા જોવા મળ્યો છે.
Published On - 2:03 pm, Fri, 23 August 24