ICC Women’s World Cup 2022: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે ખિતાબની લડાઈનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ICC મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022)ની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પોતાનું ટાઈટલ જાળવી રાખવાનો પડકાર રહેશે. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. પરંતુ, આ વખતે તે ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરી રહ્યો છે, જેને સૌથી વધુ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અનુભવ છે. જે ઈંગ્લેન્ડ ટીમ પર ભારે રહી છે. આઈસીસીની મેચ હોય કે અન્ય કોઈ ટૂર્નામેન્ટ, દરેક જગ્યાએ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ પર પોતાની પક્કડ મજબૂત કરી છે.
ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ત્રીજી વખત આમને સામને થવા જઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 1982 અને ત્યારબાદ 1988માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં બંને ટીમો આમને સામને આવી ચુકી છે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ 3 એપ્રિલ, રવિવારના રોજ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ સવારે 6 વાગ્યે યોજાશે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ફાઈનલ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.
આ પણ વાંચો : Pakistan: રાજકીય સંકટ વચ્ચે સેનાએ ઈમરાન ખાન સામે 3 વિકલ્પ મુક્યા, જાણો કયો વિકલ્પ પસંદ કર્યો