IPL 2021 પહેલા BCCIના એન્ટી કરપ્શન યુનિટના ચીફ તરીકે ગુજરાતના પૂર્વ DGP એસએસ ખંડવાવાલાની નિમણુંક

|

Apr 05, 2021 | 4:25 PM

ગુજરાત રાજ્યના પૂર્વ DGP રહી ચુકેલા શબ્બીર હુસૈન ખંડવાવાલા (SS Khandawala)ને BCCIના એન્ટી કરપ્શન યુનિટ (Anti Corruption Unit)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે.

IPL 2021 પહેલા BCCIના એન્ટી કરપ્શન યુનિટના ચીફ તરીકે ગુજરાતના પૂર્વ DGP એસએસ ખંડવાવાલાની નિમણુંક
BCCI

Follow us on

ગુજરાત રાજ્યના પૂર્વ DGP રહી ચુકેલા શબ્બીર હુસૈન ખંડવાવાલા (SS Khandawala)ને BCCIના એન્ટી કરપ્શન યુનિટ (Anti Corruption Unit)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. શબ્બીર હુસૈન એટલે કે એસએસ ખંડવાલા ગુજરાત પોલીસ (Gujarat Police)ના વડા રહી ચુક્યા છે. તેઓ અજીત સિંહનું સ્થાન લેશે, તેઓનો કાર્યકાળ 31 માર્ચે ખતમ થઈ ચુક્યો છે. જોકે તેઓ નવા ચીફની મદદ માટે કેટલાક દિવસ સુધી પોતાનું કાર્ય જારી રાખશે. એસએસ ખંડવાવાલાએ આ પદ પર પસંદગી થવાને લઈને ખુશી વ્યક્ત કરી હતી, સાથે જ પોતાના માટે આ ગર્વની વાત હોવાનું ગણાવ્યુ હતુ.

 

1973ના આઈપીએસ અધિકારી એસએસ ખંડવાવાલા IPLની આગામી સિઝનની શરુઆત પહેલા જ આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્યના પોલીસ વડા રહી ચુક્યા છે. જે પહેલા તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2010માં ગુજરાતના ડીજીપી પદ પરથી નિવૃત્ત થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ખંડવાવાલાએ કહ્યું હતુ કે આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઈનો હિસ્સો બની રહ્યો છુ. જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચુક્યા છે. તેઓ બુધવારે ચેન્નાઈ પહોંચશે. આ પહેલા તેઓએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ વન ડે મેચ પણ નિહાળી હતી. અજિત સિંહ રાજસ્થાનના પૂર્વ ડીજીપી રહી ચુક્યા છે અને તેઓ એપ્રિલ 2018માં આ પદ પર નિયુક્ત થયા હતા.

 

આ પણ વાંચો: PAK vs SA: પાકિસ્તાની બેટ્સમેનની ડિકોકે લીધી ફિરકી અને બેટ્સમેન બની ગયો બુદ્ધુ, જુઓ વિડીયો

Next Article