
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગર પોતાની ઓળખ મેળવવામાંથી ખુબ નજીક છે. આ તેમણે કઈ રીતે કર્યું છે. તેના વિશે હવે આખી દુનિયાને જણાવશે. જેને લઈ સોશિયલ મીડિયા પર પુછ્યું કે, તૈયાર છો . ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને બેટિંગ કોચ રહેલા સંજય બાંગરની દીકરી અનાયા, જ્યારે છોકરામાંથી છોકરી બની છે. ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તેમજ ચર્ચામાં પણ ખુબ રહે છે. હવે સોશિયલ મીડિયા પર આને લઈ તેમણે જે ઓળખ બનાવી છે. તેના વિશે જણાવશે.
અનાયા બાંગરે સોશિયલ મીડિયા પર પોતાના પર બનેલી ડોક્યુમેન્ટ્રી આવવાની જાહેરાત કરી છે અને તેના માટે ચાહકોને તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. આ ડોક્યુમેન્ટ્રીમાં અનાયા બાંગરે પોતાની ઓળખ કઈ રીતે મેળવી છે. તેના વિશે જણાવ્યું છે. અનાયા બાંગરે પોતાની ઓળખ મેળવતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું. વધુ એક ડગલું. મારી ઓળખની નજીક
અનાયા બાંગરે પોતાની ઓળખ કઈ રીતે મેળવી. તેના વિશે જાણીએ તો. અનાયા બાંગરે આ ઓળખ માટે બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન અને ટ્રેકિયલ શેવની સર્જરી સફળતાપૂર્વક કરાવી છે. ટ્રેકિયલ શેવ સર્જરી ગળના હાંડકાને નરમ કરવા માટે કરવામાં આવે છે. જ્યારે બ્રેસ્ટ ઓગ્મેન્ટેશને તેની શારીરિક બદલાવની પ્રકિયાને આગળ વધાર્યો છે. અનાયા બાંગરે ઉઠાવેલું આ પગલું તેના જેન્ડર ચેન્જ કરવાના સફરનું એક મહત્વપૂર્ણ ભાગ છે.
અનાયા બાંગરે ઇન્સ્ટાગ્રામ પર બીજી પોસ્ટ કરી અને જણાવ્યું કે તેની ડોક્યુમેન્ટરી ટૂંક સમયમાં તેની યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવશે. તેણે ડૉ. તેલંગ અને ઓપરેશન કરનાર તેમની આખી ટીમનો પણ આભાર માન્યો. અનાયાએ તેની પોસ્ટમાં ઓપરેશન દરમિયાનની પોતાની લાગણીઓ વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે તે જેટલી ખુશ હતી, તેટલી જ તે થોડી નર્વસ પણ હતી.
અનાયા બાંગર એક છોકરામાંથી છોકરી બની છે. જ્યારે તે છોકરો હતો, ત્યારે તે ક્રિકેટર આર્યન બાંગર તરીકે જાણીતી હતી, જે યશસ્વી જયસ્વાલ સાથે અંડર-16 માં મુંબઈ માટે રમી હતી. જોકે, આર્યનમાંથી અનાયા બન્યા પછી પણ, ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો હજુ પણ એટલો જ છે. અનાયા અવારનવાર ક્રિકેટ રમતી જોવા મળે છે.