Ajinkya Rahane: શુ ટેસ્ટ ટીમથી પણ બહાર થનારો હતો અજીંક્ય રહાણે, જાતે જ આપ્યો છે સવાલનો જવાબ

|

Jan 27, 2021 | 9:21 AM

અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ઓસ્ટ્રેલિયા (Australia) ની સામે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં અંતિમ ત્રણ ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી હતી. નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પેટરનિટી લીવ પર ભારત પરત ફર્યો હતો. રહાણેની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયા (Team India) એ ત્રણમાંથી બે મેચ જીતી લીધી હતી અને સિરીઝ પર કબજો જમાવી લીધો હતો.

Ajinkya Rahane: શુ ટેસ્ટ ટીમથી પણ બહાર થનારો હતો અજીંક્ય રહાણે, જાતે જ આપ્યો છે સવાલનો જવાબ
Ajinkya Rahane

Follow us on

અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ઓસ્ટ્રેલિયા (Australia) ની સામે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં અંતિમ ત્રણ ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી હતી. નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પેટરનિટી લીવ પર ભારત પરત ફર્યો હતો. રહાણેની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયા (Team India) એ ત્રણ માંથી બે મેચ જીતી લીધી હતી અને સિરીઝ પર કબજો જમાવી લીધો હતો. તેણે કહ્યુ હતુ કે, એક કેપ્ટન તેટલો જ સારો હોય છે જેટલી તેની ટીમ હોય છે. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવાનો પુરો શ્રેય પુરી ટીમને જાય છે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમા ખરાબ રીતે હારી હતી. બીજી ઇનીંગમાં પુરી ટીમ 36 રન પર જ સમેટાઇ હતી. ત્યાર બાદ રહાણેની આગેવાનીમાં ટીમ સિરીઝમાં પરત ફરી હતી. રહાણે મેલબોર્નમાં શાનદાર શતક લગાવ્યુ હતુ. જેને લઇને જીત સરળ બની હતી. સિડની ટેસ્ટ ડ્રો થઇ હતી, જ્યારે બ્રિસબેન ટેસ્ટમાં 329 રનના લક્ષ્યને પિછો કરતા જીત હાંસલ કરી ભારતે ઇતિહાસ રચી દીધો હતો.

રહાણેએ બતાવ્યુ હતુ કે, તેને ક્યારેય પણ ટીમમાં પોતાની જગ્યાને લઇને ભય નથી રહ્યો. PTI થી વાત કરતા તેણે કહ્યુ હતુ કે, ઇમાનદારી થી કહુ તો, મને તો એવુ ક્યારેય લાગ્યુ નથી કે મારુ સ્થાન ટીમમાં ખતરામાં પડ્યુ હોય. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ બંનેને હંમેશા મારી ઉપર પુરો ભરોસો હતો. હાં, કેટલીક સિરીઝ દરમ્યાન ક્યારેક એવુ થઇ જાય છે કે, એક ખેલાડી લયમાં નતી, જોકે તેના થી એમ તો નથી હોતુ ને કે તે ખેલાડીનો ક્લાસ ચાલી ગયો છે. ફોર્મમા પરત ફરવા માટે એક ખેલાડીએ કંઇ નહી બસ એક સારી પારીની જરુરીયાત હોય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રહાણેએ બતાવ્યુ કે કેપ્ટન કોહલીએ તેનો હંમેશા સાથ આપ્યો છે. જ્યારે હું ખરાબ સમય થી પસાર થઇ રહ્યો હતો, ત્યારે કેપ્ટન એ મારા હોંસલાને વધાર્યો હતો. આપને એ વાત હંમેશા જાણીને સહજ મહેસુસ કરાવશે કે, કેપ્ટનનુ સમર્થન આપને હાંસલ છે. તેના બાદ આપ કોઇ પણ પ્રકારની ચિંતા વિના તમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા પર ધ્યાન લગાવી શકો છો.

આગળ પણ રહાણે એ કહ્યુ હતુ કે, હું તેમની કેપ્ટનશીપનુ સન્માન કરુ છુ. અને એજ કહેવા માંગીશ કે દરેક વ્યક્તિ ની કેપ્ટનશીપ અલગ હોય છે. એક કેપ્ટન એટલો જ સારો હોય છે, જેટલી તેની ટીમ હોય છે. જ્યારે આપ એક મેચ અથવા એક સિરીઝ જીતી લો છો, તો તે હંમેશા એક સામુહિક પ્રયાસ હોય છે. ના કે કોઇ એક વ્યક્તિનો યોગદાન હોય છે. એ તો બસ એક ટીમ ના ખેલાડી હોય છે કે, જે આપને સારા કેપ્ટન બનાવે છે. તે સિરીઝનો પુરો શ્રેય અમારી ટીમને જાય છે.

Published On - 9:20 am, Wed, 27 January 21

Next Article