AFIએ નીરજ ચોપરાને આપી અનોખી ભેટ, ગોલ્ડ મેડલ જીતવાની તારીખને બનાવશે ખાસ

|

Aug 10, 2021 | 4:07 PM

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક -2020માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ ગેમમાં ભારતનો આ એકમાત્ર ગોલ્ડ મેડલ છે.

AFIએ નીરજ ચોપરાને આપી અનોખી ભેટ, ગોલ્ડ મેડલ જીતવાની તારીખને બનાવશે ખાસ
AFIએ નીરજ ચોપરાને ભેટ આપી, ગોલ્ડ મેડલ જીતવાની તારીખે ખાસ બનાવી

Follow us on

AFI : નીરજ ચોપરા (neeraj chopra )એ ટોક્યો ઓલિમ્પિક -2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભાલા ફેંક (javelin throw)ના આ ખેલાડીએ દેશને એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ અપાવ્યો છે. આ સાથે જ તે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

તેમના પહેલા અભિનવ બિન્દ્રાએ 2008માં શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નીરજની આ સિદ્ધિ પર તેના પર ચારે તરફથી પુરસ્કારો વરસાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) Athletics Federation of India પણ પાછળ નથી.

નીરજ ચોપરા (neeraj chopra )ની સફળતાને યાદગાર બનાવવા માટે AFI (Athletics Federation of India)એ મંગળવારે મોટો નિર્ણય લીધો. આ માટે તેણે એક અનોખો રસ્તો શોધી કા્યો છે. નીરજે 7 ઓગસ્ટે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને AFIએ નક્કી કર્યું છે કે, આ દિવસે દર વર્ષે રાજ્ય કક્ષાની જેવેલિન થ્રો (javelin throw) ટુર્નામેન્ટનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

AFI નીરજ ચોપરાની સિદ્ધિથી ખુશ છે

નીરજ ચોપરા (neeraj chopra )ના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં આ ખાસ પહેલની જાહેરાત કરવામાં આવી હતી. સત્તાવાર જાહેરાત કરતી વખતે AAIના અધિકારીએ કહ્યું, ‘અમે નક્કી કર્યું છે કે દર વર્ષે 7 ઓગસ્ટ, (નીરજે ગોલ્ડ મેડલ જીત્યો તે તારીખ) જેવેલિન થ્રોની ટુર્નામેન્ટનું રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવશે.

ધીરે ધીરે ફરી અમે તેને જિલ્લા કક્ષાએ લઈ જઈશું અને આગળ વધારીશું. અમે ઇચ્છીએ છીએ કે લોકો દેશમાં જેવેલિન વિશે વધુ જાણી શકે.

નીરજ ચોપરાએ ખુશી વ્યક્ત કરી

આ જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા નીરજ ચોપરા (neeraj chopra )એ ફેડરેશનનો આભાર માન્યો હતો. નીરજે કહ્યું, ‘હું તે સાંભળીને ખૂબ ખુશ છું. હું ફેડરેશનનો આભાર માનવા માંગુ છું કે, તેઓએ મારા દિવસને ખાસ બનાવ્યો છે. મને ખુશી છે કે, હું મારા દેશ માટે પ્રેરણા બની શક્યો છું. બાળકો મને જોઈને પ્રેરિત થશે. જુનિયર રમતવીરો પણ ભાલા ફેંકમાં આગળ આવશે અને દેશ માટે વધુ મેડલ જીતશે.

નીરજ ચોપરાએ કોરોનાના સમય દરમિયાન સતત સમર્થન માટે AFI (Athletics Federation of India)નો આભાર માન્યો. ભારતના પ્રથમ ગોલ્ડ મેડલ (Gold medal)વિજેતા ખેલાડીએ કહ્યું કે, ‘આ ગોલ્ડ મેડલમાં એથ્લેટિક્સ ફેડરેશન (Athletics Federation)નો મોટો હાથ છે. તેમણે કોરોનાના સમયમાં પણ અમારી રાષ્ટ્રીય શિબિર ચાલુ રાખી હતી, જેથી ટોક્યો ઓલિમ્પિક માટેની અમારી તૈયારીઓને અસર ન થાય.

આ પણ વાંચો : Kareena Kapoor બની પ્રોડ્યુસર, હંસલ મહેતાની થ્રિલર ફિલ્મને એકતા કપૂર સાથે મળી કરશે પ્રોડ્યુસ

Next Article