
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડકી દીધો છે પરંતુ આ બધાની વચ્ચે 23 વર્ષના એક યુવા અફઘાન બોલરે પોતાની શાનદાર બોલિંગથી બધાને હેરાન કરી દીધા છે.
વાત એમ છે કે, 23 વર્ષના મોહમ્મદ સલીમ સફીએ ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે દમદાર પ્રદર્શન કરતા 6 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે.
મુલ્લાંપુરમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 564 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. ભારતીય બેટ્સમેનોએ અફઘાન બોલરોની આકરી પરીક્ષા લીધી પરંતુ મોહમ્મદ સલીમે એકલા હાથે મોરચો સંભાળી રાખ્યો હતો.
!
Mohammad Saleem Safi put on an impressive bowling performance as he returned with outstanding figures of 6/140 in his only second Test match.
Excellent bowling effort, Saleem! Many more to come. #AfghanAtalan |… pic.twitter.com/HIhi0mRDRn
— Afghanistan Cricket Board (@ACBofficials) June 7, 2026
એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડકી દીધો છે
સલીમે 27 ઓવરની બોલિંગમાં 140 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર અફઘાનિસ્તાનનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે ઝિયાઉર રહેમાન અને નિજાત મસુદની ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, તેની આ ફાઈવ વિકેટ હોલ (5 વિકેટ) માત્ર બીજી જ ટેસ્ટ મેચમાં આવી છે. સલીમે પોતાનું ડેબ્યુ ફેબ્રુઆરી 2024માં શ્રીલંકા સામે કર્યું હતું. જો કે, તે મેચમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.
મોહમ્મદ સલીમ સફીની ઘાતક બોલિંગ છતાં ભારતીય બેટ્સમેનો પ્રથમ ઇનિંગમાં સ્કોરબોર્ડ પર 550થી વધુ રન બનાવવમાં સફળ રહ્યા હતા. કેએલ રાહુલે શાનદાર 100 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 126 રનની ઇનિંગ રમી હતી.
આ સિવાય સાઈ સુદર્શને 81 અને ઋષભ પંતે પણ 81 રન જોડ્યા હતા. લોઅર ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદરે 52 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જ્યારે માનવ સુથાર અને મોહમ્મદ સિરાજે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ ઇનિંગના જોરે ભારતે પ્રથમ ઇનિંગમાં 564 રન બનાવીને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ દબાણ બનાવી દીધું છે. અફઘાનિસ્તાન તરફથી સલીમ સૌથી સફળ બોલર રહ્યો હતો, જ્યારે ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહીદીને એક-એક વિકેટ મળી હતી.
ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે અફઘાન ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 113 રન બનાવી ચૂકી છે પરંતુ તે સાથે જ પોતાની 5 વિકેટ પણ ઘુમાવી બેસી છે. અફઘાન તરફથી રહમત શાહ 43 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી માનવ સુથારે 3 વિકેટ ઝડપી હતી.