Jackie Chan એ ગ્રેટ વોલ ખાતે Beijing Winter Olympicsની ટોર્ચ રિલેમાં ભાગ લીધો, આજથી વિન્ટર ઓલિમ્પિક્સ શરુ

|

Feb 04, 2022 | 3:24 PM

Jackie Chan ગુરુવારે ચીનના બેઇજિંગની બહાર આવેલા બડાલિંગ ગ્રેટ વોલ ખાતે Beijing Winter Olympicsની મશાલ રિલેમાં ભાગ લીધો હતો અને કોવિડ-19ને કારણે ત્રણ દિવસના ટૂંકા રૂટ પર જ્યોતને પ્રજ્વલિત કરી હતી

Jackie Chan એ ગ્રેટ વોલ ખાતે Beijing Winter Olympicsની ટોર્ચ રિલેમાં ભાગ લીધો, આજથી વિન્ટર ઓલિમ્પિક્સ શરુ
(photo hindustan times )

Follow us on

Beijing Winter Olympics 2022 : હોંગકોંગના અભિનેતા Jackie Chan અને ચાઇનીઝ ઓલિમ્પિક્સ મેડલ વિજેતાઓ કોવિડને કારણે ત્રણ દિવસના ટૂંકા રૂટ પર જ્યોત વહન કરતા હતા. 4 થી 20 ફેબ્રુઆરી સુધીની વિન્ટર ગેમ્સ (Winter Olympics)શરૂ થશે. જેકી ચાને ચીની ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વિન્ટર ઓલિમ્પિકની ટોર્ચ રિલેમાં ભાગ લીધો હતો. જેકી ચાને પત્રકારોને કહ્યું કે, હું સવારે 4 વાગ્યે ઉઠી ગયો હતો. આ મારી ચોથી ઓલિમ્પિક રિલે (Olympics) છે. હું ખૂબ જ ખુશ છું. મને ઠંડી પણ લાગે છે.

ગ્રેટ વોલ ખાતે 2022 વિન્ટર ઓલિમ્પિકની ટોર્ચ રિલેમાં ભાગ લીધા બાદ Jackie Chan બાળકો સાથે ફોટા માટે પોઝ આપ્યો હતો. ચીનમાં (China) આયોજિત બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022ના (Beijing Winter Olympics) ઉદઘાટન અને સમારોહમાં ભારતીય રાજદૂત ભાગ નહીં લે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, ચીને ગલવાન ખીણમાં (Galwan valley) હિંસાનું રાજનીતિકરણ કર્યું છે.

ચીને ગલવાન ખીણમાં સૈન્ય સંધર્ષ ( Galwan Valley Violence) દરમિયાન થયેલ હિંસામાં સામેલ એક સૈનિકને મશાલચી બનાવ્યો હતો. તેના પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે દુખી છીએ કે ચીને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનું (Beijing Olympics) રાજનીતિકરણ કરવાનું પસંદ કર્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારતે બેઇજિંગમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માનવ અધિકારોના હનનના મામલે આંતરરાષ્ટ્રીય સમુદાય ચીનની ટીકા કરતું આવ્યું છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા ઉપરાંત કેટલાક યુરોપીયન દેશોએ પણ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમના રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ બેઈજિંગ ઓલિમ્પિકના સમારંભોમાં ભાગ લેવાના નથી.

ઈવેન્ટમાં જાહેર જનતાના ભાગ લેવા પર પ્રતિબંધ

અમેરિકાએ ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથેના વ્યવહારને લઈને આ વલણ અપનાવ્યું છે. આ પહેલા પણ અમેરિકા સહિત ઘણા દેશો ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અમેરિકાએ તો ઉઇગર લઘુમતીઓ પર ચીનના નરસંહારને પણ ગણાવ્યું છે. નોંધનીય છે કે ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 4 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી સુધી ચાલશે.આ ઉપરાંત લગભગ તમામ ઈવેન્ટમાં જાહેર જનતાના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કોરોનાના કારણે ખેલાડીઓને માત્ર બાયોસિક્યોર બબલમાં જ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar Defence Expo 2022: ગાંધીનગરમાં યોજાનારા 12માં ડિફેન્સ એક્સપોનું કાઉન્ટ ડાઉન શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ઉદ્ઘાટન, 100 કરતા વધારે ડિપ્લોમેટ્સને આમંત્રિત કરાયા

Next Article