ACC : એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા જય શાહ, પદભાર સંભાળ્યો

|

Jan 30, 2021 | 8:01 PM

ACCએ નવા અધ્યક્ષ તરીકે જય શાહની નિમણૂંક અંગે ટ્વિટ કરતા લખ્યું કે, જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા છે.

ACC : એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા જય શાહ, પદભાર સંભાળ્યો

Follow us on

BCCIના સચિવ તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ(JAY SHAH) એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCના અધ્યક્ષ બન્યા છે. જય શાહે 30 જાન્યુઆરી શનિવારે જ ACCના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે. ACCએ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ જાણકરી આપી છે. ACCએ નવા અધ્યક્ષ તરીકે જય શાહની નિમણૂંક અંગે ટ્વિટ કરતા લખ્યું કે, જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા છે. તેમના ઉર્જાવાન અને ગતિશીલ નેતૃત્વમાં એશિયામાં ક્રિકેટને નવી ઉંચાઈ મળશે એવી આશા રાખીએ છીએ.

જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ
BCCIના સચિવ જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા છે. અ પહેલા બાંગ્લાદેશના નઝમલ હસન (Nazmul Hassan) ACCના અધ્યક્ષપદ પર હતા. અત્યાર સુધીમાં એન.શ્રીનિવાસન, જગમોહન દાલમિયા, શરદ પવાર, માધવરાવ સિંધિયા, આઈ.એસ.બિન્દ્રા, અને એન.કે.પી.સાલ્વે એમ 6 ભારતીય મહાનુભાવો ACCના અધ્યક્ષપદ પર રહી ચુક્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જાણો ACC વિશે
એશીયાઇ દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ – ACCની વર્ષ 1983માં સ્થાપના કરવામાં આવી હતી. ACCનું હેડક્વાર્ટર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ACCના કાયમી સભ્યો છે. આ ઉપરાંત 24 અન્ય દેશો ACCના એસોસિએટ સભ્યો છે.

Next Article