ટીમ ઇન્ડિયા માટે નવો માથાનો દુખાવો, મયંક કે શુભમન કોણ કરશે વન ડેમાં ઓપનીંગ ?

|

Nov 23, 2020 | 7:08 AM

ઓસ્ટ્રેલીયા સામે વન ડે સીરીઝમાં ભારતીય ટીમની ઓપનર જોડીને લઇને માથાનો દુખાવો રહેશે. શિખર ધવનનુ ઓપનીંગ બેટ્સમેન તરીકે નક્કી છે. જો કે તેમના સાથીદાર તરીકે મયંક અગ્રવાલ કે શુભમન ગીલ એમ બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર છે. વન ડે સીરીઝની શરુઆત આગામી 27 નવેમ્બર થી થનારી છે. આ મુકાબલો સિડનીમાં રમાનાર છે. ભારતીય ટીમ અત્યારે અહી […]

ટીમ ઇન્ડિયા માટે નવો માથાનો દુખાવો, મયંક કે શુભમન કોણ કરશે વન ડેમાં ઓપનીંગ ?

Follow us on

ઓસ્ટ્રેલીયા સામે વન ડે સીરીઝમાં ભારતીય ટીમની ઓપનર જોડીને લઇને માથાનો દુખાવો રહેશે. શિખર ધવનનુ ઓપનીંગ બેટ્સમેન તરીકે નક્કી છે. જો કે તેમના સાથીદાર તરીકે મયંક અગ્રવાલ કે શુભમન ગીલ એમ બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર છે. વન ડે સીરીઝની શરુઆત આગામી 27 નવેમ્બર થી થનારી છે. આ મુકાબલો સિડનીમાં રમાનાર છે. ભારતીય ટીમ અત્યારે અહી જ રોકાયેલી છે. લગભગ એક અઠવાડીયા થી તેમની પ્રેકટીસ ચાલી રહી છે. જોકે સંપુર્ણ ફોકસ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝ પર છે. જોકે ટીમ ઇન્ડીયા વન સીરીઝ જીતી લેશે તોતેનો આત્મવિશ્વાસ પણ વધી જશે.

કેપ્ટન વિરાટ કોહલી માટે વન ડે સીરીઝમાં ટીમનુ સંયોજન કરવુ એ મોટી જવાબદારી હશે. જોકે વર્લ્ડ ચેમ્પિયન્સશીપ અને ટી-20 વર્લ્ડકપને લઇને હાલમાં વન ડે પર ઓછુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ભારતે પોતાની આખરી વન ડે સીરીઝ ન્યુઝી લેન્ડ પ્રવાસ પર રમી હતી. જેમાં ટીમ ઇન્ડીયાને 03-00 ની કરારી હાર મળી હતી. જે સીરીઝમાં મયંક અગ્રવાલ ત્રણેય સીરીઝ રમ્યો હતો. જોકે તે બહુ સફળ થઇ શક્યો નહોતો. તેણે ત્રણ મેચમાં માત્ર 36 રન બનાવ્યા હતા. જોકે હાલમાં આઇપીએલ 2020 માં મયંક જોરદાર ફોર્મમાં હતો.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

વન ડે ટીમના ઓપનર માટે શુભમન નો વિકલ્પ હશે એવામાં જોવાનુ એ હશે કે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી આ યુવા બેટ્સમેન પર દાવ રમાશે. 22 નવેમ્બરે ગીલ સાથે એક ફોટો ટ્વીટ પણ કરી હતી, જેમાં ગીલ અને શાસ્ત્રી વાત કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે રવિ શાસ્ત્રીએ લખ્યુ હતુ , મહાન રમત માટે સારુ વાતચીત થી વધીને કંઇ નથી.

 

https://twitter.com/RaviShastriOfc/status/1330349390997966851?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article