
14 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ અંડર 19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે મળેલી હારને ભૂલી વિજય હજારે ટ્રોફીમાં ધમાકેદાર શરુઆત કરી છે. તેમણે અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ માત્ર 36 બોલમાં સદી ફટકારી છે.વૈભવ સૂર્યવંશીની ઈનિગ્સમાં ચોગ્ગા અને સિક્સનો વરસાદ જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ પોતાની તાબડતોડ ઈનિગ્સ ધોનીના ઘરે ફટકારી છે. આ મેચ રાંચીમાં રમાઈ રહી છે.
વિજય હજારે ટ્રોફી 2025-26ની પહેલી મેચમાં બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશના બોલરને પરસેવો લાવી દીધો છે. તેમણે માત્ર 36 બોલમાં સદી ફટકારી છે. જેમાં 10 ચોગ્ગા અને 8 સિક્સ સામેલ છે. આ વૈભવ સૂર્યવંશીની વિજય હજારે ટ્રોફીમાં પહેલી સદી છે.
વૈભવ સૂર્યવંશીએ ગત્ત વર્ષે વિજય હજારે ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતુ. 13 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરી આ ટૂર્નામેન્ટ રમનાર સૌથી નાનો ખેલાડી બન્યો હતો. ગત્ત સીઝનનાં પોતની ઉંમરથી ઈતિહાસ રચનાર વૈભવે આ વખતે પણ પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યો છે અને વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચી રહ્યો છે. હવે વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સદી ફટકાવનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીની વિજય હજારે ટ્રોફીમાં આ 7મી મેચ છે. આ પહેલા 6 મેચ તેમણે ટૂર્નામેન્ટની છેલ્લી સીઝનમાં રમી હતી. આ 6 મેચમાં તેમણે 132 રન જ બનાવ્યા હતા. જેમાં તેનો બેસ્ટ સ્કોર 71 રહ્યો હતો પરંતુ આ વખતે તેમણે પહેલી જ મેચમાં ગત્ત સીઝનની 6 મેચથી વધારે રન બનાવ્યા છે.
વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.
Published On - 11:30 am, Wed, 24 December 25