
મુસાફરી એટલે નવી હવા, નવા રંગો અને થોડી રાહતની પળો. પણ ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગના ઊંચા ભાવ ઘણીવાર મુસાફરીના આનંદને ઝાંખો કરી દે છે. શું તમે કલ્પના કરી શકો કે તમે તમારા મનગમતા શહેર કે દેશની યાત્રા કરો, આલીશાન હોટેલમાં રોકાઓ અને તેમ છતાં તમારું ખિસ્સું હળવું ન થાય? અમદાવાદના ધ્રુવમ ઠાકર દ્વારા સ્થાપિત The SMART Taxi આ સપનું સાકાર કરે છે.
નામથી લાગે કે The SMART Taxi ફક્ત ટેક્સી સેવા છે, પરંતુ આ કંપની તેનાથી ઘણું આગળ છે. 2016માં ધ્રુવમ ઠાકરે આ પ્લેટફોર્મની શરૂઆત કરી, જે આજે ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગમાં Sky scanner, Make My Trip, Yatra, Cleartrip અને Agoda જેવા મોટા નામોની સરખામણીમાં વધુ સસ્તું વિકલ્પ આપે છે. પછી ભલે તે દેશની અંદરની યાત્રા હોય કે વિદેશની, The SMART Taxi ગ્રાહકોને ઓછા ખર્ચે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડે છે.
ધ્રુવમ ઠાકરની સફળતા પાછળનું રહસ્ય એકદમ સરળ છે: ઓછી એજન્સી ફી અને વાજબી નફો. “અમે ઇચ્છીએ છીએ કે ગ્રાહકોને મહત્તમ બચત મળે, જેથી તેઓ મુસાફરીનો વધુ આનંદ લઈ શકે,” વધુમાં ધ્રુવમ કહે છે. આ સંતોષી અને પારદર્શી અભિગમે The SMART Taxiને લોકપ્રિય બનાવ્યું છે.
The SMART Taxiની બચતની વાત ફક્ત દાવા નથી, પરંતુ હજારો ગ્રાહકોના વાસ્તવિક અનુભવો પર આધારિત છે. ધ્રુવમના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે વર્ષના આંકડા આ રીતે બચત દર્શાવે છે:
ભલે તમે એકલા યાત્રા કરતા હો, પરિવાર સાથે વેકેશનનું આયોજન કરતા હો, કે બિઝનેસ મીટિંગ માટે બુકિંગ કરાવતા હો, The SMART Taxiનો ટીમ ખાતરી કરે છે કે તમને ઓછા ખર્ચે શ્રેષ્ઠ વિકલ્પો મળે. The SMART Taxi માત્ર બચત જ નથી કરાવતું, તે મુસાફરીને એક સર્વગ્રાહી અનુભવ બનાવે છે. એરપોર્ટ ટ્રાન્સફર, આઉટસ્ટેશન Taxi સેવા, ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગ – બધું એક જ પ્લેટફોર્મ પર. ધ્રુવમનું કહેવું છે, “અમારો ધ્યેય છે દરેક મુસાફરને એવું અનુભવાય કે તેમની યાત્રા આરામદાયક અને આર્થિક રીતે સ્માર્ટ છે.”
તમારી આગળની મુસાફરીને સસ્તી અને યાદગાર બનાવવા માટે The SMART Taxiને અજમાવો. વધુ માહિતી માટે www.thesmarttaxi.in પર જાઓ, +91-8238883335 પર કૉલ કરો
ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો