Astrology Latest: શનિના કુંભ રાશિમાં પ્રવેશ સાથે આ ત્રણ રાશિને રંકમાંથી રાજા થવાના યોગ, વાંચો તમારી રાશિનું નામ છે સામેલ?

શનિ મહારાજ (Shani Maharaj) 29 એપ્રિલથી કુંભ રાશિ(Aquarius)માં ભ્રમણ કરશે જે અઢી વર્ષ સુધી પોતાની સ્વ રાશિ કુંભ માં રહેશે આ રાશિમાં શનિ મહારાજ 30 વર્ષે આવ્યા છે જેની મોટી અસર જોવા મળી શકે છે.

Astrology Latest: શનિના કુંભ રાશિમાં પ્રવેશ સાથે આ ત્રણ રાશિને રંકમાંથી રાજા થવાના યોગ, વાંચો તમારી રાશિનું નામ છે સામેલ?
Astrology Latest (Symbolic Image)
| Edited By: | Updated on: Apr 19, 2022 | 4:27 PM

Astrology Latest News: શનિ મહારાજ (Shani Maharaj) 29 એપ્રિલથી કુંભ રાશિ(Aquarius)માં ભ્રમણ કરશે જે અઢી વર્ષ સુધી પોતાની સ્વ રાશિ કુંભ માં રહેશે આ રાશિમાં શનિ મહારાજ 30 વર્ષે આવ્યા છે જેની મોટી અસર જોવા મળી શકે છે. આ પરિભ્રમણને લઈ અનેક રાશિ ને શરૂ થશે નાની મોટી પનોતી (Nani Moti Panoti) તો અનેક ના પાયા પણ બદલાશે, કોઈને મોટો લાભ કોઈને મોટું નુકસાન આવી શકે છે તો ત્રણ રાશિ માટે આ પરિભ્રમણ ખુબજ સારા સમાચાર લઈને આવી રહ્યુ છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કુંભ નો શનિ રંકમાંથી રાજા બનવાની મોટી તકો આપી શકે છે.  ધન કન્યા અને મેષ રાશિ માટે અતિ શુભ અને બળવાન બને છે જે તેમને ન્યાલ કરી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને કાર્ય અને સફળતાના દેવતા ગણવામાં આવેલા છે

પનોતી દરમિયાન શનિ દેવ તમામ વ્યક્તિને પોતાના કાર્યો અનુસાર સારું-નરસું ફળ આપે છે અનેક રાશિને કાર્યો મુજબ શુભ બની અને રંકમાંથી રાજા પણ બનાવે છે મુખ્યત્વે ગોચરમાં શનિ ત્રીજો થાય ત્યારે વ્યક્તિને પરાક્રમી સાહસી બનાવી મોટા લાભ કરાવે છે. છઠ્ઠો બને ગોચરમાં જ્યારે શનિ ત્યારે શત્રુ વિજય યોગ સાથે અને જગ્યાએ જીત હાંસિલ કરાવે છે,અને અગિયાર માં બને ત્યારે શારીરિક આર્થિક માનસિક મોટા લાભ કરાવે આમ ધન રાશિ, કન્યા રાશિ અને મેષ રાશિને લાભદાયી બની રહે છે.

વાંચો કઈ ત્રણ રાશિ માટે રંકમાંથી રાજા બનવાના યોગ

ધન રાશિ: આ કુંભ નો શનિ ત્રીજો થતો હોવાથી વેપાર ધંધા નોકરી માં લોકોનો સપોર્ટ મળે પ્રગતિ થાય પ્રતિષ્ઠા વધે અને મોટા આર્થિક લાભ થાય શારીરિક લાભ થાય મોટી સફળતા મળે

કન્યા રાશિ: આ કુંભ નો શનિ છઠ્ઠો થતાં તમામ કાર્યોમાં યશ વિજયની પ્રાપ્તિ થાય શત્રુ વિજય યોગ બનેછે હરીફાઈમાં જીત મળે કોર્ટ-કચેરીમાં જીત થાય શત્રુઓને હંફાવી કે હરાવી શકાય તેમજ રોગ પીડામાંથી મુક્તિ મળે ,ધીરજથી કાર્ય કરતા વેપાર ધંધા નોકરી માં મોટા આર્થિક લાભ થાય મોટી સફળતા મળે ન ધારેલી તકો મળે

મેષ રાશિ: આ કુંભ રાશિ શનિ પરિભ્રમણ અગીયાર મો થતાં વેપાર ધંધા નોકરી તેમજ કૌટુંબ કે સમાજમાં મોટા લાભ થાય યશ નામ પ્રતિષ્ઠા વધે આર્થિક શારીરિક અને માનસિક સદ્ધરતા પ્રાપ્ત થાય સંતાનોના પ્રશ્નો હલ થાય ધન પ્રાપ્તિના પણ ઉત્તમ યોગ બને મોટા વારસાઈ લાભ થાય જમીન-મકાન પ્રોપર્ટી થી ધનલાભના યોગ બને છે.

નોંધઃ આ લેખ વાચકોની જાણકારી વધારવા તેમજ માર્ગદર્શન માટે મુકવામાં આવ્યો છે અને આ તમામ વિચાર લેખકનાં પોતાના છે, તેની સાથે ટીવી 9 સંમત થાય જ છે તેમ માનવુ નહી

 

આ પણ વાંચો-Delhi Capitals vs Punjab Kingsની મેચનું સ્થળ બદલાયું, કોરોનાને કારણે BCCIએ લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો : ગણેશજીએ શા માટે પ્રગટ કર્યું હતું ત્રીજું નેત્ર ? જાણો કાશીના બડા ગણેશજીના ત્રિનેત્રનું રહસ્ય !