મેષ/વૃષભ રાશિફળ, 6 જુલાઇ: આકસ્મિક દુ:ખ આવે તો પ્રેક્ટિકલ બની રહેવું, વૃષભ રાશિ વાળા ઉઠાવી શકે છે રાજકીય સંપર્કોનો ફાયદો

|

Jul 06, 2021 | 7:04 AM

Aries and Taurus Aaj nu Rashifal Horoscope Today 6 July 2021: વૃષભ રાશિ વાળાને જણાશે ધંધામાં થોડી તકલીફ

મેષ/વૃષભ રાશિફળ, 6 જુલાઇ: આકસ્મિક દુ:ખ આવે તો પ્રેક્ટિકલ બની રહેવું, વૃષભ રાશિ વાળા ઉઠાવી શકે છે રાજકીય સંપર્કોનો ફાયદો
Horoscope Today 6 July 2021

Follow us on

Horoscope Today 6 July 2021: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? મેષ-વૃષભના જાતકોએ પોતાના દિવસ દરમ્યાન શું રાખવું પડશે ધ્યાન ? શું છે આજનો આપનો લકી નંબર, રંગ અને અક્ષર ? ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ : આજે તમે તમારી આસપાસ હકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો. સમસ્યાઓ હલ થશે અને તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવામાં સમર્થ હશો. પરિવાર સાથે ઓન લાઇન ખરીદી અને મનોરંજન સંબંધિત કામમાં આનંદદાયક સમય વિતાવશો.

નજીકની વ્યક્તિ સાથે કોઈ દુ:ખદ ઘટના બની શકે છે. આ સમય દરમિયાન તમારું અને તમારા પરિવારનું મનોબળ જાળવવું ખુબજ જરૂરી છે. પરંતુ ભાવનાત્મક રેહવાને બદલે પ્રેક્ટિકલ રહેવું ઘણું સારું રહેશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આજે તમારા ધંધા રોજગારની જગ્યાએ કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયાસ ન કરો. આ સમયે ઉત્પાદનની સાથે ગુણવત્તામાં સુધારો કરવાની પણ જરુર છે. નોકરિયાત લોકોએ તેમના કામ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. પરિવારના સભ્યોમાં યોગ્ય સુમેળ અને સહકારની ભાવના રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણની નેગેટિવ અસરોથી બચવા માટે, વ્યવસ્થિત રૂટિન રાખો અને વધુને વધુ સ્વદેશી અને આયુર્વેદિક ચીજો પર ભાર મૂકો.

લકી રંગ- લાલ
લકી અક્ષર – L
ફ્રેંડલી નંબર – 6

 

વૃષભ: કેટલાક રાજકીય સંપર્કો દ્વારા તમે તમારું કામ કઢાવી શકો છો. તમારી સુજ-બૂજથી વ્યવસ્થિત રૂટિન બનાવી શકો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ તરફ ઝુકાવ રહેશે.

અન્યોની લાલચ રાખવાને બદલે પોતાની મહેનતથી આગળ વધવું સારું રહેશે. તેથી બિનજરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરવું અને પોતાને વ્યસ્ત રાખવું વધુ સારું છે. આત્મચિંતન માટે એકાંતમાં સમય વિતાવો.

ધંધામાં થોડી તક મળશે. થોડી મુશ્કેલીઓ જણાઈ રહી છે, તેમ છતાં સફળતા મેળવવામાં સફળ થશો. નેતૃત્વમાં થોડો અભાવ હોઈ શકે છે. પરંતુ તમારી વ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર થશે નહીં.

લવ ફોકસ- પરિવારમાં યોગ્ય વાતાવરણ રહેશે. પરિવાર સાથે હસતાં ખેલતા સમય પસાર થશે.

સાવચેતીઓ- પોઝિટિવ રહેવા માટે, યોગ અને ધ્યાન પર પણ ધ્યાન આપો અને વ્યસ્ત રહો.

લકી રંગ – પીળો
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 5

Next Article