EPFO માં મોબાઇલ નંબર બદલાઈ ગયો છે? ચિંતા ના કરશો, ઘરે બેઠા બે મિનિટમાં સુધારો થઈ જશે

જો EPFO માં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તેને સરળતાથી અપડેટ કરી શકો છો. ખાસ વાત એ છે કે, તમારે આના માટે ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી. તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.

EPFO માં મોબાઇલ નંબર બદલાઈ ગયો છે? ચિંતા ના કરશો, ઘરે બેઠા બે મિનિટમાં સુધારો થઈ જશે
| Updated on: Nov 22, 2025 | 6:49 PM

હાલના સમયમાં મોટાભાગની Employees’ Provident Fund Organisation (EPFO) સર્વિસ ઓનલાઈન ઉપલબ્ધ છે. જો તમે નોકરી કરતા હોવ અને દર મહિને EPFO ​​માં કોન્ટ્રીબ્યુટ આપો છો, તો તમને ખબર જ હશે કે આ યોજનાને લગતી માહિતી તમારા રજિસ્ટર્ડ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવે છે.

આ યોજનામાં જો તમે ઓનલાઈન કંઈક અપડેટ કરી રહ્યા છો, તો પણ OTP વેરિફિકેશન માટે તમારો મોબાઈલ નંબર જરૂરી છે. એવામાં જો તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આને ઘરે બેઠા સરળતાથી અપડેટ કરી શકો છો.

ઘરે બેઠા મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરશો?

  1. સૌથી પહેલા તો તમારા લેપટોપ અથવા મોબાઇલ ફોન પર UAN પોર્ટલ ખોલો.
  2. આ માટે https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ લિંક પર જવાનું રહેશે. હવે આગળ તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરો.
  3. લોગ ઇન કર્યા પછી, તમને ઉપરના મેનૂ બારમાં ‘Manage’ નામનો ઓપ્શન દેખાશે. હવે આના પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Contact Details’ પસંદ કરો.
  4. આ પછી તમારો હાલનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી તમને તમારી સ્ક્રીન પર દેખાશે. ત્યારબાદ ‘Change Mobile No’ ની બાજુમાં એક નાના બોક્સ પર ટિક કરો.
  5. હવે આગળ એક નવો ‘Section’ ખુલશે. અહીં તમારે તમારો નવો મોબાઇલ નંબર 2 વાર દાખલ કરવો પડશે. આ પછી ‘Get Mobile OTP’ બટન પર ક્લિક કરો.
  6. આટલું કર્યા બાદ તમારા નવા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. હવે તે OTP દાખલ કરો અને ‘Verify mobile OTP’ પર ક્લિક કરો.
  7. હવે ‘Get Authorization Pin’ પર ક્લિક કરો. અહીં ક્લિક કરવાથી તમને એક નવો નંબર જોવા મળશે. તમને આ નંબર પર 4-અંકની એક PIN મળશે.
  8. પેજ પરના ખાલી બોક્સમાં આ PIN એન્ટર કરો અને ‘Save Changes’ ના ઓપ્શન પર ક્લિક કરો.
  9. આ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તમારો મોબાઇલ નંબર UAN પોર્ટલ પર અપડેટ થશે. ત્યારબાદ તમને EPFO ​​તરફથી તમારા નવા નંબરના અપડેટને લગતો એક મેસેજ આવશે.

આ પણ વાંચો: ‘e-KYC’ નથી કર્યું? ઘરે બેઠા આટલા સ્ટેપ્સ ફોલો કરો અને પ્રોસેસ પૂરી કરો, નહીં તો ‘ફ્રી રાશન’ મળવાનું બંધ થઈ જશે!

Published On - 5:04 pm, Sat, 22 November 25