કેન્દ્રીય ગૃહ સચિવે, પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને લખ્યો પત્ર, રાજકીય હિંસા અંગે 3 દિવસ પહેલા માગેલો અહેવાલ કેમ મોકલ્યો નથી ?

|

May 05, 2021 | 10:06 PM

ગૃહ સચિવ અજય ભલ્લાએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને કહ્યુ કે રાજ્યમાં રાજકીય હિંસા પર તરત રિપોર્ટ કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલવામાં આવે. ચિઠ્ઠીમાં ગૃહ સચિવે કડક શબ્દોમાં કહ્યુ કે બંગાળમાં રાજકીય હિંસા પર ઝડપથી રિપોર્ટ ન મળ્ચો તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. 

કેન્દ્રીય ગૃહ સચિવે, પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને લખ્યો પત્ર, રાજકીય હિંસા અંગે 3 દિવસ પહેલા માગેલો અહેવાલ કેમ મોકલ્યો નથી ?
અજય ભલ્લા

Follow us on

West Bengal Violence : કેન્દ્રીય ગૃહ સચિવે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને બુધવારે એક ગંભીર ચિઠ્ઠી મોકલી. સૂત્રો પ્રમાણે ચિઠ્ઠીમાં હોમ સેક્રેટરીએ બંગાળના ચીફ સેક્રેટરીને પૂછ્યૂ કે ત્રણ દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા પર ગૃહમંત્રાલયે જવાબ માગ્યો હતો. તેમનો જવાબ હજી સુધી કેમ નથી આવ્યો. કેન્દ્રીય ગૃહ સચિવે ચિઠ્ઠીમાં પૂછ્યૂ છે કે બંગાળમાં અત્યારે પણ રાજકીય હિંસા ચાલુ છે. તેના પર અત્યાર સુધી શું કરવામાં આવ્યુુ ?

ગૃહ સચિવ અજય ભલ્લાએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને કહ્યુ કે રાજ્યમાં રાજકીય હિંસા પર તરત રિપોર્ટ કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલવામાં આવે. ચિઠ્ઠીમાં ગૃહ સચિવે કડક શબ્દોમાં કહ્યુ કે બંગાળમાં રાજકીય હિંસા પર ઝડપથી રિપોર્ટ ન મળ્ચો તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બંગાળમાં હિંસા માટે રાજ્યના સીએમ મમતા બેનર્જી પર હમલો બોલતા કહ્યુ કે બીજી મેની હિંસા દેશ વિભાજન અને ડાયરેક્ટ એક્શન ડેની યાદ અપાવે છે. મમતા બેનર્જીએ ભલે જનાદેશ પ્રાપ્ત કરી લીધો હોય. પરંતુ મમતાજી પોતાના ટર્મની શરુઆત લોહીથી રંગાયેલા હાથથી કરી રહી છે.બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીડિત કાર્યકર્તાઓ સાથે મુલાકાત પછી સંવાદદાતાઓને સંબોધિત કરતા આ વાતો કહી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article