West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન

|

Apr 17, 2021 | 8:17 PM

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાંચમા તબક્કામાં 45 બેઠકો પર મતદાન થયું.

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં  પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન
PHOTO : CEO, West Bengal

Follow us on

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે 17 એપ્રિલે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આ પાંચમા તબક્કામાં 45 બેઠકો પર મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન અમુક સ્થળે હિંસા થઇ હતી. આ સમય દરમિયાન મોટાભાગના મતદાન મથકો પર મતદારો કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યાં હતા.

બંગાળમાં પાંચમા તબક્કામાં 78.36 ટકા મતદાન
આજે 17 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal election 2021) નું પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ તબક્કામાં ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળના 6 જિલ્લાઓની કુલ 45 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. VOTER TURN OUT એપ્લીકેશન મુજબ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના આ પાંચમા તબક્કામાં 78.36 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે.

પાંચમા તબક્કામાં પણ હિંસા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં અગાઉના ત્રીજા અને ચોથા તબક્કામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે આ તબક્કામાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ આ બધાની વચ્ચે કલ્યાણી અને અન્ય સ્થળોએ હિંસાની ઘટના બની છે. કલ્યાણીમાં ભાજપાના કાર્યકરો પર બોમ્બ વડે હુમલો કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા તો મીનાખાનમાં તૃણમૂળ કોંગ્રેસના કાર્યકરોએ તેમના પર ભાજપ કાર્યકરોએ બોમ્બ વડે હુમલો કર્યાના આરોપ લગાવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટીએમસીના ગુંડાઓએ મતદારોને અટકાવ્યાં – ભાજપના નેતા સબ્યસાચી દત્તા
બિધાનગરના ભાજપના ઉમેદવાર સબ્યસાચી દત્તાએ ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના ગુંડાઓ તેમને અંદર જતા અટકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ટીએમસીના કાર્યકરોએ મતદારોને પણ મતદાન મથકની અંદર જતાં રોક્યા હતા.

ભાજપના બૂથ એજન્ટનું મૃત્યુ
શનિવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કામરહતી વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક નંબર 107 પર મતદાન શરૂ થયાના કલાકોમાં જ ભાજપના એજન્ટ અભિજિત સામંત બીમાર પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિજિત સામંતને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

હવે 3 તબક્કાનું મતદાન બાકી રહ્યું
West Bengal Bengal Election 2021 માં અત્યાર સુધીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે હવે 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Published On - 8:16 pm, Sat, 17 April 21

Next Article