West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાંચમા તબક્કામાં 45 બેઠકો પર મતદાન થયું.

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં  પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન
PHOTO : CEO, West Bengal
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 8:17 PM

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે 17 એપ્રિલે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આ પાંચમા તબક્કામાં 45 બેઠકો પર મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન અમુક સ્થળે હિંસા થઇ હતી. આ સમય દરમિયાન મોટાભાગના મતદાન મથકો પર મતદારો કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યાં હતા.

બંગાળમાં પાંચમા તબક્કામાં 78.36 ટકા મતદાન આજે 17 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal election 2021) નું પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ તબક્કામાં ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળના 6 જિલ્લાઓની કુલ 45 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. VOTER TURN OUT એપ્લીકેશન મુજબ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના આ પાંચમા તબક્કામાં 78.36 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે.

પાંચમા તબક્કામાં પણ હિંસા પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં અગાઉના ત્રીજા અને ચોથા તબક્કામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે આ તબક્કામાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ આ બધાની વચ્ચે કલ્યાણી અને અન્ય સ્થળોએ હિંસાની ઘટના બની છે. કલ્યાણીમાં ભાજપાના કાર્યકરો પર બોમ્બ વડે હુમલો કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા તો મીનાખાનમાં તૃણમૂળ કોંગ્રેસના કાર્યકરોએ તેમના પર ભાજપ કાર્યકરોએ બોમ્બ વડે હુમલો કર્યાના આરોપ લગાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ટીએમસીના ગુંડાઓએ મતદારોને અટકાવ્યાં – ભાજપના નેતા સબ્યસાચી દત્તા બિધાનગરના ભાજપના ઉમેદવાર સબ્યસાચી દત્તાએ ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના ગુંડાઓ તેમને અંદર જતા અટકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ટીએમસીના કાર્યકરોએ મતદારોને પણ મતદાન મથકની અંદર જતાં રોક્યા હતા.

ભાજપના બૂથ એજન્ટનું મૃત્યુ શનિવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કામરહતી વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક નંબર 107 પર મતદાન શરૂ થયાના કલાકોમાં જ ભાજપના એજન્ટ અભિજિત સામંત બીમાર પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિજિત સામંતને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

હવે 3 તબક્કાનું મતદાન બાકી રહ્યું West Bengal Bengal Election 2021 માં અત્યાર સુધીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે હવે 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">