West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં ચાર કલાકમાં 37.27 ટકા મતદાન

|

Apr 01, 2021 | 12:45 PM

West Bengal Election 2021 :  પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન હાલ ચાલી રહ્યું છે. જેમાં બીજા તબક્કામાં સવારે 11 વાગે સુધીમાં કુલ 37. 27 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ મિદનાપુરમાં સવારે 11 વાગે  સુધી 29.27 ટકા મતદાન નોંધાયું હતું.

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં ચાર કલાકમાં 37.27 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન

Follow us on

West Bengal Election 2021 :  પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન હાલ ચાલી રહ્યું છે. જેમાં બીજા તબક્કામાં સવારે 11 વાગે સુધીમાં કુલ 37. 27 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ મિદનાપુરમાં સવારે 11 વાગે  સુધી 29.27 ટકા મતદાન નોંધાયું હતું. જો કે પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠક માટે કુલ 171 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 19 મહિલા ઉમેદવારો છે. આજે લગભગ 75,94,549 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં આજે નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર છે.

બીજા તબક્કામાં કુલ 171 ઉમેદવારો મેદાનમાં

West Bengal માં આજે બીજા તબક્કાના 30 બેઠકો પર મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં પણ 30 બેઠકો માટે મતદાન થયું હતું આ 30 માંથી 8 બેઠકો અનામત છે. બંગાળમાં કુલ 10,620 મતદાન મથકો છે. બીજા તબક્કામાં કુલ 171 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 19 મહિલા ઉમેદવાર છે. આજે લગભગ 75,94, 549 મતદારો મતદાન કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી

West Bengal માં  આજે જે 30 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તેમાં બાંકુરામાં 8, દક્ષિણ 24 પરગણાની 4, ઉત્તર મિદનાપુરની 9, પૂર્વ મિદનાપુરની 9 બેઠકો સામેલ છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો સાથે 152 પુરુષ ઉમેદવારો પણ મેદાનમાં છે. મતદાન માટે 3,210 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચાર વિધાનસભા મત વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એકલા નંદીગ્રામમાં, સુરક્ષા માટે 22 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દરેક સંવેદનશીલ બૂથ પર 2 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક બૂથ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી  વચ્ચે જોરદાર લડત

West Bengal ની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત નંદીગ્રામમાં આજે મતદાન ચાલી રહ્યું છે. અહીં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે લડાઇ છે. સુવેન્દુ અધિકારીએ અહીં વિકાસના નામે મત માંગ્યા છે. આ ચૂંટણીમાં નંદીગ્રામ બેઠકને હાઈ-પ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને અહીં 50 હજાર મતોથી હરાવવાનો દાવો કર્યો છે, જ્યારે મમતા દીદી માટે હવે આ બેઠક સ્વાભિમાનની લડત બની છે.

નંદીગ્રામમાં  મમતા હારશે તો તે આખા બંગાળમાં પરાજિત થઈ જશે

જેમાં પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી હતી કે જો તે અહીં મમતા હારશે તો તે આખા બંગાળમાં પરાજિત થઈ જશે. મમતા માટે નંદીગ્રામ કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેમણે અહીં ઘણા દિવસો વિતાવ્યા હતા, જ્યારે રાજ્યની ચૂંટણીનો બીજો તબક્કો 30 બેઠકો પર છે.

Published On - 12:39 pm, Thu, 1 April 21

Next Article