West Bengal Assembly Election 2021: કામવાળીને બનાવી ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઉમેદવાર, જાણો કારણ

|

Mar 23, 2021 | 3:44 PM

West bengal assembly election 2021 : પશ્ચિમ બંગાળ ચૂંટણીને સૌ કોઇની નજર ટકેલી છે . બંગાળમાં સત્તા માટે ભારતીય જનતા પાર્ટી  દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. પાર્ટીએ આ માટે કેટલાય દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઘરોમાં મેડ તરીકે કામ કરનાર એક મહિલાને ભાજપે ઉમેદવાર બનાવતા સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

West Bengal Assembly Election 2021: કામવાળીને બનાવી ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઉમેદવાર, જાણો કારણ
Maid BJP candidate

Follow us on

ઘરોમાં કામ કરે છે બીજેપી ઉમેદવાર 

ઘરોમાં મેડનું કામ કરીને મહીને 2500 કમાનારી કલિતા માજીને પૂર્વ વર્ધમાનની આઉસગ્રામ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.માજીના પતિ સુબ્રતો માજી પ્લંબરનું કામ કરે છે. ચૂંટણી લડવા માટે કલિતાએ દોઢ મહિનાની રજા લીધી છે. અને ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે.

એક ન્યુઝ વેબસાઇટના અનુસાર કલિતાએ કહ્યું કે એમને ટિકિટ મળશે તેવો અંદાજ પણ નહોતો. હજી સુધી તે આશ્ચર્યમાં છે . કલિતા કહે છે કે ભાજપમાં કાર્યકર્તાઓની કદર છે ત્યારે તો તે ઉમેદવાર છે. કલિતાએ કહ્યું  કે રજા લઇને તે ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ સંતોષે ટ્વીટ કરીને કલિતાને શુભકામના આપી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કલિતાનું માનવું છે કે મેડ હોવાના કારણે તેમને આમ જનતાના મુદ્દા અને ગરીબ પરિવારની દુર્દશાને સમજવામાં મદદ મળી છે. જો તે જીતી જશે તો તેમના પરિવાર અને પાડોસીએને આશા છે કે તે વિકાસ કરશે. ચૂંટણીમાં કલિતા માટે મુખ્ય મુદ્દો પોતાના ગામના લોકોની મદદ કરવા માટે એક હોસ્પિટલનું નિર્માણ કરવાનો છે અત્યારે તેમને ઇલાજ માટે બર્ધમાન શહેર જવું પડે છે. વિકાસ , રોજગારના અવસર જેવા અન્ય મુદ્દા તેમના લિસ્ટમાં સામેલ છે.

પહેલીવાર  ભાજપે આ સીટથી કોઇ ઉમેદાવરને ઉતાર્યા હોય.  લોકોના મનમાં સવાલ છે કે બીજેપીએ કલિતાને જ કેમ આ સીટ માટે પસંદ કરી. હકીકતમાં કલિતાને ઉમેદવાર બનાવીને ભાજપ ગામડાઓના લોકો સુધી જોડાવા ઇચ્છે છે

Next Article