કોરોના મહામારીમાં વડોદરા ભાજપના પૂર્વ મેયર સુનિલ સોલંકીને જન્મદિવસની ઉજવણી ભારે પડી, કુલ 6 લોકોની અટક

|

Dec 03, 2020 | 11:52 PM

કોરોના મહામારીમાં વડોદરા ભાજપના પૂર્વ મેયર સુનીલ સોલંકીને જન્મ દિવસની ઉજવણી ભારે પડી છે. સયાજીગંજ પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિતના લોકો સામે ગુનો નોંધ્યો. જેમાંથી 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે વડોદરા ભાજપના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ પોતાના સમર્થકો સહિત સ્થાનિક નેતાઓની હાજરીમાં ભાજપ કાર્યાલય નીચે જ કેક […]

કોરોના મહામારીમાં વડોદરા ભાજપના પૂર્વ મેયર સુનિલ સોલંકીને જન્મદિવસની ઉજવણી ભારે પડી, કુલ 6 લોકોની અટક

Follow us on

કોરોના મહામારીમાં વડોદરા ભાજપના પૂર્વ મેયર સુનીલ સોલંકીને જન્મ દિવસની ઉજવણી ભારે પડી છે. સયાજીગંજ પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિતના લોકો સામે ગુનો નોંધ્યો. જેમાંથી 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે વડોદરા ભાજપના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ પોતાના સમર્થકો સહિત સ્થાનિક નેતાઓની હાજરીમાં ભાજપ કાર્યાલય નીચે જ કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. ઉજવણીના ઉન્માદમાં ભાન ભૂલેલા પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપ મહામંત્રી એવા સુનિલ સોલંકી માસ્ક વગર જોવા મળ્યા. તો અન્ય કાર્યકરોના ટોળા એકત્ર કરીને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો. ઉજવણી બાદ વાયરલ થયેલા વીડિયોની નોંધ લેતા વડોદરાના સયાજીગંજ પોલીસે એેપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં સુનિલ સોલંકી, મિનેશ પંડ્યા, પ્રતિક પંડ્યા અને લખધીરસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરી છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article