VADODARA: પુત્રને ટિકિટ ન મળતા ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ

|

Feb 04, 2021 | 10:20 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા સહિતની મહાનગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા સહિતની મહાનગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં વોર્ડ દીઠ ચાર એમ કુલ 76 ઉમદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે ભાજપે નો રિપીટ થિયરીને અનુસરીને નવા ચહેરાઓને અને ખાસ કરીને યુવાઓને ઉમેદવાર જાહેર કરતા સીટીંગ કોર્પોરેટર સહીત એવા ધારાસભ્યો પણ નારાજ છે, જેમના પુત્રની ટિકિટ કપાઈ છે.

 

 

વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવ પહેલા અપક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા તથા તેઓ પોતે પણ અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આવું કહી તેમણે આડકતરી રીતે કહી દીધું કે ભાજપ ટિકિટ ન આપે તો તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવ અપક્ષ લડીને પણ જીતી શકે છે.

 

આ પણ વાંચો: અમદાવાદના વાસણામાં ટિકિટની વહેંચણીને લઈને દાવેદારના સમર્થકોનો વિરોધ

Next Video