સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર બાદ વધુ એક ભાજપના ધારાસભ્ય નારાજ, રાજીનામું ધરી દેવાની આપી ચીમકી

|

Jan 24, 2020 | 5:34 AM

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે નારાજ થયા છે. મધુ શ્રીવાસ્તવે રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તાવ નારાજ છે. મધુ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ મારૂ કામ કરતા નથી. વાડી વિસ્તારમાં હનુમાનજીની વિશાળ મૂર્તિ બનાવવાનું કામ આગળ ન વધતા પણ મધુ શ્રીવાસ્તવ નારાજ […]

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર બાદ વધુ એક ભાજપના ધારાસભ્ય નારાજ, રાજીનામું ધરી દેવાની આપી ચીમકી

Follow us on

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે નારાજ થયા છે. મધુ શ્રીવાસ્તવે રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તાવ નારાજ છે. મધુ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ મારૂ કામ કરતા નથી. વાડી વિસ્તારમાં હનુમાનજીની વિશાળ મૂર્તિ બનાવવાનું કામ આગળ ન વધતા પણ મધુ શ્રીવાસ્તવ નારાજ છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે જનતાના સેવકને ભાષાની મર્યાદાનું જરા પણ ભાન નથી. વાઘોડિયામાં સતત છ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા સમક્ષ જ મારપીટની વાતો કરવા લાગ્યા. જો અધિકારીઓ મારૂ કામ નહીં કરે તો ઘરે કે ઓફિસમાં જઈને ચાર લાફા મારી દઈશ. દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હું અધિકારીઓનું થોબડુ તોડી નાંખીશ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલ પ્રધાન પર ધર્મનું કામ રોકવાનો આરોપ લગાવ્યો છે. વાડી વિસ્તારના તળાવમાં 108 ફૂટની હનુમાનજીની વિશાળ મૂર્તિ બનાવવાના કામને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિશાળ મૂર્તિના કામકાજને મહેસૂલ મંત્રાલયના અધિકારીઓએ અટકાવ્યું હોવાનો મધુ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો. મહેસૂલ મંત્રાલયના અધિકારીઓ પણ મૂર્તિના કામમાં અડચણ નાંખતા હોવાનો આરોપ લગાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

Next Article