UttarPradesh : આ તો કેવો ચૂંટણી વાયદો? પાંચ વર્ષમાં પાંચ મુખ્યપ્રધાન બનશે! જાણો કોણે કર્યો આ દાવો

|

Jul 01, 2021 | 5:37 PM

UttarPradesh Assembly elections 2022 : ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે બાબાસાહેબ આંબેડકર પછી કેબિનેટ પ્રધાનપદેથી રાજીનામું આપનાર હું બીજો વ્યક્તિ છું.લોકો ધારાસભ્ય, સાંસદ અથવા મંત્રી બનવા માટે ચૂંટણી લડે છે, પરંતુ ગરીબોના હક માટે સત્તામાં રહીને પણમુખ્યમંત્રી સાથે લડતો રહ્યો.

UttarPradesh : આ તો કેવો ચૂંટણી વાયદો? પાંચ વર્ષમાં પાંચ મુખ્યપ્રધાન બનશે! જાણો કોણે કર્યો આ દાવો
FILE PHOTO

Follow us on

UttarPradesh : ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહીત સપા, બસપા, AIMIM સહીતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવામાં એક અલગ જ ગઠબંધન પણ સામે આવ્યું છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર (Om Prakash Rajbhar) એ આ ગઠબંધન બનાવ્યું છે. હજી તો ચૂંટણીપ્રચાર કરવાની ઘણી વાર  છે અને આમ છતાં ઓમ પ્રકાશ રાજભરે ઉત્તરપ્રદેશની જનતાને એક આશ્ચર્યજનક ચૂંટણી વાયદો આપી દીધો છે.

પાંચ વર્ષમાં પાંચ મુખ્યપ્રધાન બનાવીશું : ઓમ પ્રકાશ રાજભર
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના (SBSP) પ્રમુખ ઓમપ્રકાશ રાજભર (Om Prakash Rajbhar) એ ઉત્તરપ્રદેશમાં સત્તાની ભાગીદારીનો વિચિત્ર પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે જો 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેમની દસ પાર્ટીના ગઠબંધનનો ભાગીદાર વાળો સંકલ્પ મોરચો સત્તા પર આવશે તો તેઓ ઉત્તરપ્રદેશમાં દર વર્ષે એક નવો મુખ્યમંત્રી આવશે, જે એક અલગ જાતિનું પ્રતિનિધિત્વ કરશે. એટલે કે પાંચ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બનશે! તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમનો મોરચો બહુમતીથી જીતશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સત્તામાં રહીને પણ મુખ્યમંત્રી સાથે લડ્યો : ઓમ પ્રકાશ રાજભર
ઓમપ્રકાશ રાજભર (Om Prakash Rajbhar) એ કહ્યું, “હું ખાતરી આપું છું કે ગરીબો અને દલિતો વચ્ચેના દરેક મોટા જાતિ-સમુદાયને સત્તામાં ભાગ મળે. મને મારી જાતને બધા હોદ્દાઓ પર રાખવામાં અને અન્યને વંચિત રાખવામાં કોઈ રસ નથી. ”

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડકર પછી કેબિનેટ પ્રધાનપદેથી રાજીનામું આપનાર હું બીજો વ્યક્તિ છું.લોકો ધારાસભ્ય, સાંસદ અથવા મંત્રી બનવા માટે ચૂંટણી લડે છે, પરંતુ ગરીબોના હક માટે સત્તામાં રહીને પણમુખ્યમંત્રી સાથે લડતો રહ્યો.

ઉત્તરપ્રદેશમાં મંત્રી રહી ચુક્યા છે ઓમ પ્રકાશ રાજભર
ઓમ પ્રકાશ રાજભર 2019ની લોકસભા ચૂંટણી સુધી NDA ગઠબંધન સાથે જોડાયેલા હતા અને ઉત્તરપ્રદેશ સરકારમાં પછાતવર્ગ બાબતોના મંત્રી હતા. તેમણે સરકારમાંથી કેબીનેટ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના પ્રખર વિરોધી બની ચુક્યા છે.

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના (SBSP) પ્રમુખ ઓમપ્રકાશ રાજભર (Om Prakash Rajbhar) એ 2022 ની વિધાનસભા ચૂંટણી માટે 10 પાર્ટીઓનું ગઠબંધન બનાવ્યું છે જેને ભાગીદારી સંકલ્પ મોરચો (Bhagidari Sankalp Morcha) નામ આપ્યું છે. હાલમાં જ તેમણે એક ટ્વીટ કરીને જાણકરી આપી હતી કે તેમનું ગઠબંધન ઉત્તરપ્રદેશમાં તમામ 403 બેઠકો માટે ગઠબંધનને મજબૂત કરી રહ્યું છે.

Published On - 5:37 pm, Thu, 1 July 21

Next Article