MAHARASHTRA : વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો, BJP ના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં

|

Jul 05, 2021 | 7:13 PM

MUMBAI : મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં ઓબીસી અનામતને લઈને વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં કેટલાક ધારાસભ્યોસ્પીકર સુધી પહોચી ગયા હતા અને તેમાંથી એકે તેમનું માઇક ફેરવ્યું હતું. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

MAHARASHTRA : વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો, BJP ના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં
FILE PHOTO

Follow us on

Maharashtra Assembly : મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો અને ગેરવર્તન કરનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક સાથે 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં OBC અનામતને લઈને વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં કેટલાક ધારાસભ્યો સ્પીકર સુધી પહોચી ગયા હતા અને તેમાંથી એકે તેમનું માઇક ફેરવ્યું હતું. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ
મહારાષ્ટ્ર સરકારના સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે વિધાનસભામાં હોબાળો કરનારા ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો, જેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો અને BJP ના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના આ 12 ધારાસભ્યોમાં અભિમન્યુ પવાર, અતુલ ભટખલકર, નારાયણ કુચે, આશિષ શેલાર, ગિરીશ મહાજન, સંજય કુટે, પરાગ અલવાની, રામ સત્પુટે, હરીશ પિમ્પલે, જયકુમાર રાવલ, યોગેશ સાગર, કીર્તિ કુમાર બગડિયા સામેલ છે.

શું થયું હતું વિધાનસભાગૃહમાં ?
મહારાષ્ટ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલે વિધાનસભામાં OBC આરક્ષણ માટે કેન્દ્ર પાસેથી ઈમ્પીરીકલ ડેટા મંગાવવાનો પ્રસ્તાવ મુક્યો.

આ અંગે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ભાજપ વતી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે કરવાનું કહ્યું છે તે પ્રમાણે કાર્ય કરો. આ કરવાથી ફક્ત ટાઇમ પાસ થશે, અનામત મળશે નહીં. ડેટા એકત્રિત કરવાની જવાબદારી રાજ્ય પછાત આયોગની છે.

આ અંગે ભુજબલે કહ્યું કે ઉજ્જવલા ગેસ માટે કેન્દ્ર ડેટાનો ઉપયોગ કરે છે, તેને ઓબીસી અનામત માટે કેમ આપવામાં આવતું નથી?આ અંગે ફડણવીસે વાંધો ઉઠાવ્યો હતો, પણ અધ્યક્ષ દ્વારા વાંધો સ્વીકારવામાં ન આવ્યો. અધ્યક્ષે ભૂજબલને બોલતા રહેવાનું કહ્યું. આથી ભાજપના ધારાસભ્યો ગુસ્સે થયા અને પછી હોબાળો શરૂ થયો.

આ પહેલેથી ગોઠવણ કરેલી કાર્યવાહી : દેવેન્દ્ર ફડણવીસ
વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ સસ્પેન્શન કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ આ પહેલેથી ગોઠવણ કરેલી કાર્યવાહી છે, જે વિધાનસભામાં અમારી સંખ્યા ઘટાડવા માટે કરવામાં આવી છે. આવતીકાલે ભલે રાજ્ય સરકાર મારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવે તો તો પણ ચાલશે, પણ પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે વિધાનસભાના સ્પીકર ભાસ્કર જાધવે પણ ઘણું ખોટું કામ કર્યું છે. આ સસ્પેન્શનની કાર્યવાહી બાદ તરત જ ભાજપના ધારાસભ્યોએ બેઠક બોલાવી આગળની વ્યૂહરચના અંગે ચર્ચા શરૂ કરી હતી.

Published On - 6:22 pm, Mon, 5 July 21

Next Article