AIR STIKEથી જુસ્સામાં આવેલી મોદી સરકાર સામે ચૂંટણી પહેલા ટ્રમ્પ તરફથી આવ્યો TRADE WARનો મોટો પડકાર

|

Mar 05, 2019 | 4:25 AM

જેમ ભારતમાં નરેન્દ્ર મોદી અચ્છે દિન અને ન્યૂ ઇન્ડિયા જેવા નારા સાથે સત્તામાં આવ્યા હતાં, તેમ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સત્તારોહણ માટે અમેરિકા ફર્સ્ટનો નારો ગુંજાવ્યો હતો. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ […]

AIR STIKEથી જુસ્સામાં આવેલી મોદી સરકાર સામે ચૂંટણી પહેલા ટ્રમ્પ તરફથી આવ્યો TRADE WARનો મોટો પડકાર

Follow us on

જેમ ભારતમાં નરેન્દ્ર મોદી અચ્છે દિન અને ન્યૂ ઇન્ડિયા જેવા નારા સાથે સત્તામાં આવ્યા હતાં, તેમ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સત્તારોહણ માટે અમેરિકા ફર્સ્ટનો નારો ગુંજાવ્યો હતો.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટની નીતિ પર આગળ વધી રહ્યા છે, પરંતુ તેમની આ નીતિ મોદી સરકાર માટે આર્થિક મોરચે મુસીબત બનવા જઈ રહી છે. તે પણ એવા સમયે કે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી 2019ના ભણકારા વાગી રહ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (GSP) સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે આ માહિતી પોતાની સંસદને પણ આપી દીધી છે. અમેરિકાએ તુર્કી સાથે પણ આ કારોબારી સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ટ્ર્મ્પના આ નિર્ણયની માહિતી અમેરિકન ટ્રેડ રિપ્રેઝંટેટિવ રૉબર્ટ લાઇટ્ઝરે આપી છે.

શું છે જીએસપી ?

જીએસપી અમેરિકન ટ્રેડ પ્રોગ્રામ છે કે જેના હેઠળ અમેરિકા વિકાસશીલદેશોમાં આર્થિક પ્રગતિ માટે પોતાને ત્યાં ટૅક્સ વગર તેમનો સામાન આયાત કરે છે. અમેરિકાએ આ વી સુવિધા દુનિયાના 129 દેશોને આપી છે અને આ દેશોથી અમેરિકામાં 4800 પ્રોડક્ટની આયાત થાય છે. અમેરિકાએ ટ્રેડ એક્ટ 1874 હેઠળ 1 જાન્યુઆરી, 1976ના રોજ જીએસપીની રચના કરી હતી.

શું છે આખી કાર્યવાહી ?

ડોનાલ્ડ ટ્રમ્પે જીએસપી સમાપ્ત કરવાના નિર્ણય પર સહી કરી દીધી છે. તેમના સહી કર્યા બાદ 60 દિવસનું જાહેરનામુ મોકલી દેવાયું છે. જીએસપી સમાપ્ત કરવાની આ જ કાયદેસરની પ્રક્રિયા છે. ભારત અને તુર્કીની લગભગ 2 હજાર પ્રોડક્ટ પર ટ્રમ્પના આ નિર્ણયની અસર પડશે કે જેમાં ઑટો પાર્ટ્સ, ઇન્ડસ્ટ્રિયલ વૉલ્વ અને ટેક્સટાઇલ મટીરિયલ મુખ્ય છે. જોકે ટ્રમ્પ આ નિર્ણય પરત ખેંચી શકે છે, પરંતુ તેના માટે ભારતે અમેરિકન વહીવટી તંત્રની ચિંતાઓ દૂર કરવી પડશે.

શું છે અમેરિકાની ચિંતાઓ ?

અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વાત સામે વાંધો છે કે અમેરિકા તો ભારતમાંથી આવેલા સામાન પર કોઈ ડ્યૂટી કે ટૅરિફ નથી વસૂલતું, પણ ભારતે અમેરિકાથી આવતા સામાન પર ભારે ડ્યૂટી લાદેલી છે. ટ્રમ્પ ભારતના આ વલણથી અત્યંત નારાજ છે. અમેરિકાની કેટલીક ડૅરી અને મેડિકલ કંપનીઓએ ફરિયાદ કરી હતી કે અમેરિકાના જીએસપીના કારણે સ્વદેશી કારોબાર પર ઊંડી અસર પડી રહી છે.

મોદી સરકાર માટે ચૂંટણી પહેલા આંચકો

ટ્રમ્પનો આ નિર્ણય મોદી સરકાર માટે લોકસભા ચૂંટણી 2019 પહેલા મોટા આંચકા સમાન છે. વિપક્ષના વિવિધ આરોપોથી થોડાક દિવસ પહેલા સુધી બૅકફુટ પર રહેલી મોદી સરકાર અને સત્તારૂઢ ભાજપ પુલવામા આતંકી હુમલા બાદ કરાયેલી ઍર સ્ટ્રાઇકના પગલે ફ્રંટફુટ પર આવી ગયા છે, પરંતુ ટ્રમ્પનો આ નિર્ણય મોદી સરકારની આર્થિક મુશ્કેલીઓ વધારશે અને અર્થતંત્રને ભારે ફટકો પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:12 am, Tue, 5 March 19

Next Article