પશ્ચિમ બંગાળના પ્રવાસના આજે બીજા દિવસે, અમિત શાહ યોજશે ભવ્ય રોડ શો

પશ્ચિમ બંગાળના પ્રવાસના આજે બીજા દિવસે, અમિત શાહ યોજશે ભવ્ય રોડ શો
Amit Shah Road Show

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય અમિત શાહ, પશ્ચિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે રોડ શો યોજશે. અમિત શાહે પશ્ચિમ બંગાળના પ્રવાસના પ્રથમ દિવસે રોડ શો અને જાહેરસભાને સંબોધન કર્યુ હતું. તો ખેડૂત પરિવારના ઘરે બપોરનું ભોજન કર્યુ હતું. પ્રથમ દિવસની મુલાકાત દરમિયાન તૃણમુલ કોંગ્રેસના એક સંસદસભ્ય 10 ધારાસભ્ય અને 15 કોર્પોરેટર અમિત શાહની […]

Bipin Prajapati

| Edited By: Pinak Shukla

Dec 20, 2020 | 3:29 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય અમિત શાહ, પશ્ચિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે રોડ શો યોજશે. અમિત શાહે પશ્ચિમ બંગાળના પ્રવાસના પ્રથમ દિવસે રોડ શો અને જાહેરસભાને સંબોધન કર્યુ હતું. તો ખેડૂત પરિવારના ઘરે બપોરનું ભોજન કર્યુ હતું. પ્રથમ દિવસની મુલાકાત દરમિયાન તૃણમુલ કોંગ્રેસના એક સંસદસભ્ય 10 ધારાસભ્ય અને 15 કોર્પોરેટર અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.અમિત શાહે જાહેરસભામાં કહ્યુ હતુ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 200 બેઠકો જીતીને પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે.

પશ્ચિમ બંગાળના પ્રવાસના આજે બીજા દિવસે અમિત શાહ, વિશ્વ ભારતીની મુલાકાત લેશે. જ્યા કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને, ટાગોર પ્રત્યે પોતાનો આદર ભાવ વ્યક્ત કરશે. બપોરે હનુમાન મંદિરથી રોડ શો યોજશે. અને સાંજે પશ્ચિમ બંગાળની દ્વિ દિવસીય મુલાકાત સંદર્ભે પત્રકારોને સંબોધન પણ કરશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati