આંદોલનના આજે 26માં દિવસે ખેડૂતો કરશે ભૂખ હડતાળ, વધુ એક ખેડૂતે કરી આત્મહત્યા

આંદોલનના આજે 26માં દિવસે ખેડૂતો કરશે ભૂખ હડતાળ, વધુ એક ખેડૂતે કરી આત્મહત્યા
farmers protest

આગામી 27મીએ થાળી વગાડીને, વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો ખેડૂતો કરશે વિરોધ   કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિબીલ સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો આજે ઘરણાસ્થળે ભૂખ હડતાળ કરશે. પંજાબ અને હરિયાણાને દિલ્લી સાથે જોડતી સરહદે ખેડૂતો છેલ્લા 26 દિવસથી કૃષિબીલ રદ કરવાની માંગ સાથે બેઠા છે. આજે આંદોલનના 26માં દિવસે ભૂખ હડતાળ કરવાનો નિર્ણય […]

Bipin Prajapati

|

Dec 21, 2020 | 9:49 AM

આગામી 27મીએ થાળી વગાડીને, વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો ખેડૂતો કરશે વિરોધ

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિબીલ સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો આજે ઘરણાસ્થળે ભૂખ હડતાળ કરશે. પંજાબ અને હરિયાણાને દિલ્લી સાથે જોડતી સરહદે ખેડૂતો છેલ્લા 26 દિવસથી કૃષિબીલ રદ કરવાની માંગ સાથે બેઠા છે. આજે આંદોલનના 26માં દિવસે ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આગામી 27મી ડિસેમ્બરે રેડીયો ઉપરથી પ્રસારીત થતા વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો થાળી વગાડીને વિરોધ કરવાનું નક્કી કરાયુ છે. તો હરિયાણાના ખેડૂતોએ 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ નહી ભરવાનો નિર્ણય કર્યો છે. વધુ એક ખેડૂતે આત્મહત્યા કરતા આંદોલનકારી ખેડૂતોના મોતનો આંકડો 30 ઉપર પહોચ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati