2024 માટે Third Front ની તૈયારી, શરદ પવારના ઘરે વિપક્ષી નેતાઓની બેઠક, કોંગ્રેસ થઇ શકે છે સાઈડલાઈન

|

Jun 21, 2021 | 5:06 PM

શરદ પવાર (Sharad Pawar) ના ઘરે મળનારી રાષ્ટ્ર મંચ (Rashtra Manch) ની Third Front ની આ બેઠકમાં કોંગ્રેસના જોડાવવા અંગે મોટો પ્રશ્નાર્થ છે.

2024 માટે Third Front ની તૈયારી, શરદ પવારના ઘરે વિપક્ષી નેતાઓની બેઠક, કોંગ્રેસ થઇ શકે છે સાઈડલાઈન
FILE PHOTO

Follow us on

2024 લોકસભા ચૂંટણી માટે Third Front ની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)હાલમાં દિલ્હીમાં છે અને દિલ્હીમાં તેઓ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) ને મળ્યા હતા. શરદ પવાર એક અઠવાડિયા જેટલા સમયગાળામાં બીજી વખત પ્રશાંત કિશોરને મળ્યા છે. સૂત્રોએ માહિતી આપી હતી કે વિપક્ષી પાર્ટીઓનું સમૂહ રાષ્ટ્ર મંચ (Rashtra Manch) મંગળવારે શરદ પવારને તેમના નિવાસસ્થાને મળશે.

અઠવાડિયામાં બીજી વાર મળ્યા શરદ- પ્રશાંત
12 જૂને પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઇ હતી.આ બંને વચ્ચે ત્રણ કલાક બેઠક ચાલી હતી.આ બેઠકના એક દિવસ પછી એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું હતું કે 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી વલણ રાખનારા ‘મહાગઠબંધન’ બનવું જરૂરી છે.તેમણે કહ્યું હતું કે શરદ પવારે ભાજપને હરાવવા માટે તમામ પક્ષોના રાષ્ટ્રીય ગઠબંધનની પણ વાત કરી છે.નવાબ મલિકનો ઈશારો રાષ્ટ્ર મંચ (Rashtra Manch) તરફ હતો.રાષ્ટ્ર મંચની રચના પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા દ્વારા વર્ષ 2018 માં કરવામાં આવી હતી.

શરદ પવારના ઘરે વિપક્ષી નેતાઓની બેઠક
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું એક સમૂહ રાષ્ટ્ર મંચ (Rashtra Manch) ની એક બેઠક આવતીકાલે એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) ના ઘરે મળી શકે છે. તેમાં 15-20 વિપક્ષી નેતાઓ શામેલ થઇ શકે છે.એનસીપીના મજીદ મેનન, સમાજવાદી પાર્ટીના ઘનશ્યામ તિવારી અને અન્ય વિપક્ષી દળના કેટલાક નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. આમાં રાજ્યથી લઈને આગામી સામાન્ય ચૂંટણીઓ સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોંગ્રેસ થશે સાઈડલાઈન ?
શરદ પવાર (Sharad Pawar) ના ઘરે મળનારી રાષ્ટ્ર મંચ (Rashtra Manch) ની આ બેઠકમાં કોંગ્રેસના જોડાવવા અંગે મોટો પ્રશ્નાર્થ છે. કદાચ આ Third Front ના નેતા શરદ પવાર બનશે, માટે કોંગ્રેસને સાઈડલાઈન કરવામાં આવી શકે છે. આમ પણ આ પહેલા શરદ પવારને UPA ના અધ્યક્ષ બનાવવાની વાતો થઇ હતી.

Third Front માં કોની ભૂમિકા મહત્વની?
2024 લોકસભા ચૂંટણી માટે બનનારી આ Third Front માં શરદ પવાર (Sharad Pawar) ની ભૂમિકા મહતવની રહેશે.શરદ પવાર બાદ ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જીની ભૂમિકા પણ મહત્વની રહેશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસને આ થર્ડ ફ્રન્ટમાં મહત્વ આપવામાં નહિ આવે એ વાત લગભગ નક્કી છે.

આ પણ વાંચો : Uttarakhand : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે છોડવું પડશે મુખ્યપ્રધાનપદ, જાણો શું છે કારણ

Next Article