USના અખબારનો દાવો, Jack Maનાં ડેટા પર હતી ચીની સરકારની નજર

|

Jan 07, 2021 | 5:17 PM

અમેરિકી ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જનરલએ દાવો કર્યો છે કે ચીની સરકારની નજર Jack Maની કંપની અલીબાબા પાસે રાખવામાં આવેલા વપરાશકર્તાના ડેટા પર હતી.

USના અખબારનો દાવો, Jack Maનાં ડેટા પર હતી ચીની સરકારની નજર

Follow us on

US ના ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જનરલએ દાવો કર્યો છે કે ચીની સરકાર Jack Maની કંપની અલીબાબા દ્વારા રાખવામાં આવેલા વપરાશકર્તાના ડેટા પર નજર રાખી રહી હતી. આ ડેટા શેર કરવાનો ઇનકાર કર્યા પછી જ Jack Ma વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચીનના અરબપતિ અને અલીબાબા કંપનીના માલિક Jack Ma છેલ્લા 2 મહિનાથી ગાયબ છે જેને લઇને વિવિધ અટકળો લગાવવમાં આવી રહી છે, ચીની મિડીયાના રિપોર્ટ પ્રમાણે Jack Ma ને સરકારની નજર હેઠળ કોઇ અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવ્યા છે જોકે હજી આ વાતની પુષ્ટિ નથી થઇ અને હવે ખબર સામે આવી રહી છે કે ચીની સરકાર Jack Ma પાસેથી તેમના યૂઝર્સના કિંમતી ડેટા મેળવવા માંગે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ચીની એજન્સીઓ ઇચ્છતી હતી કે Jack Ma ગ્રાહકોનો ક્રેડિટ ડેટા અને તેમના અન્ય વ્યક્તિગત ડેટા સરકાર સાથે શેર કરે. આ ડેટા Jack Maની અલી પે નામની કંપની પાસે છે, જેની સ્થાપના તેણે 20 વર્ષ પહેલા કરી હતી, તે વિશ્વનું મોટું મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ છે અને 73 કરોડ લોકો તેના યુઝર્સ છે. ચીનના ફાઇનાન્સિયલ રેગ્યુલેટર ઇચ્છતા હતા કે જેક માની કંપની આંટ ગ્રૂપ તેના લાખો ગ્રાહકોનો ગ્રાહક ક્રેડિટ ડેટા સોંપે, આ કંપનીના મોટાભાગના શેર Jack Ma પાસે છે, જો કે Jack Ma તેને સતત ટાળતા હતા અને તેમના સરકાર વિરોધી નિવેદનો પછી, સરકારને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની તક મળી.

Next Article