Gujarati News » Politics » The region will appoint a bjp board and a chairman in the corporation to quell the discontent before the local elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસંતોષને ખાળવા પ્રદેશ ભાજપનો પ્રયાસ, બોર્ડ નિગમોમાં ચેરમેનની નિમણૂંક થશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસંતોષ ન ફેલાય તે માટે બોર્ડ નિગમ ચેરમેનની વરણી થશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અત્યારે 45 જેટલા બોર્ડ નિગમોના ચેરમેનની નિમણુંક બાકી છે. ત્યારે સંગઠનમાં સ્થાન ન મેળવનાર નેતાઓની તેમાં વરણી થશે. સી.આર.પાટીલે બોર્ડ નિગમના ચેરમેન પદ માટે ધારાસભ્યનું લિસ્ટ તૈયાર કર્યું છે. બે દિવસ પહેલા સી.આર. પાટીલે ધારાસભ્યના […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસંતોષ ન ફેલાય તે માટે બોર્ડ નિગમ ચેરમેનની વરણી થશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અત્યારે 45 જેટલા બોર્ડ નિગમોના ચેરમેનની નિમણુંક બાકી છે. ત્યારે સંગઠનમાં સ્થાન ન મેળવનાર નેતાઓની તેમાં વરણી થશે. સી.આર.પાટીલે બોર્ડ નિગમના ચેરમેન પદ માટે ધારાસભ્યનું લિસ્ટ તૈયાર કર્યું છે. બે દિવસ પહેલા સી.આર. પાટીલે ધારાસભ્યના લિસ્ટનો અભ્યાસ કર્યો છે. જ્ઞાતિગત સમીકરણોના આધારે બોર્ડ નિગમના ચેરમેનની નિમણુંક થશે. સંગઠન અને મંત્રીમંડળ આધારે જાતીગત સમીકરણો ધ્યાનમાં રાખીને નિમણુંક અપાશે.