Pakistanની અર્થવ્યવસ્થાનાં ઉડ્યા છાપરા, ઈમરાને ચોથીવાર બદલ્યો નાંણાપ્રધાન, પ્રધાન બદલવાથી સંકટ ટળશે?

|

Apr 17, 2021 | 3:09 PM

Pakistan Economy: પાકિસ્તાનની ઈકોનોમી (Pakistan Economy)નાં એ હદે છાપરા ઉડ્યા છે કે વડાપ્રધાન ઈમરાન ખાને તેના બે વર્ષનાં કાર્યકાળમાં ચોથી વાર નાંણાપ્રધાનને બદલવા પડ્યા છે. આ વખતે શૌકત તરીન નવા નાંણાપ્રધાન બન્યા છે. વ્યવસાયે બેન્કર એવા તરીન પર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટેની મોટી જવાબદારી છે.

Pakistanની અર્થવ્યવસ્થાનાં ઉડ્યા છાપરા, ઈમરાને ચોથીવાર બદલ્યો નાંણાપ્રધાન, પ્રધાન બદલવાથી સંકટ ટળશે?
Pakistanની અર્થવ્યવસ્થાનાં ઉડ્યા છાપરા, ઈમરાને ચોથી વાર બદલ્યો નાંણાપ્રધાન, પ્રધાન બદલવાથી સંકટ ટળશે?

Follow us on

Pakistan Economy: પાકિસ્તાનની ઈકોનોમી (Pakistan Economy)નાં એ હદે છાપરા ઉડ્યા છે કે વડાપ્રધાન ઈમરાન ખાને તેના બે વર્ષનાં કાર્યકાળમાં ચોથી વાર નાંણાપ્રધાનને બદલવા પડ્યા છે. આ વખતે શૌકત તરીન નવા નાંણાપ્રધાન બન્યા છે. વ્યવસાયે બેન્કર એવા તરીન પર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટેની મોટી જવાબદારી છે.

વર્ષ 2009-10નાં સમયકાળમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર હતી ત્યારે પણ તે નાંણાપ્રધાન હતા. જો કે ભ્રષ્ટાચારનાં આરોપ લાગ્યા બાદ તેમણે પદને છોડી દેવાની ફરજ પડી હતી.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભ્રષ્ટાચાર મામલામાં તપાસ કરનારી એજન્સી નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યૂરોમાં તેમના મુકવામાં આવેલા આરોપો પુરા થઈ ગયા છે કે કેમ. તરીન તેના દ્વારા સ્થાપવામાં આવેલી સિલ્ક બેન્ક કે જે ઈસ્લામાબાદમાં છે તેની સ્થાપના કરવાનો જશ તેમના નામે જાય છે. જણાવવું રહ્યું કે તરીનનાં ભાઈ જહાંગીર તરીન પાકિસ્તાનનાં ખાંડનાં મોટા વેપારી છે અને સરકારે તેમની સામે જ ખાંડમાં ગોટાળાને લઈને તપાસનાં આદેશ આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શૌકત તરીનને હામદ અઝહરની જગ્યા પર નાંણાપ્રધાન બનાવવામાં આવ્યા છે. હામદને માર્ચ મહિનામાં જ ડો. અબ્દુલ શેખની જગ્યા પર મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે મોંઘવારીને કાબુમાં નહી લઈ શકવા બદલ તેને પદ પરથી તગેડી મુકવામાં આવ્યા હતા. શેખ થી પહેલા 2018માં અસદ ઉમર મંત્રી હતા. હામદ પાસે ઉદ્યોગ અને ઔદ્યોગિક ઉત્પાદનનાં મંત્રાલય હતા, તે મંત્રાલયોનાં પ્રભારી હવે ખુસરો બખ્તિયારને બનાવવામાં આવ્યા છે.

વિજ્ઞાન સાથે જોડાયેલા મામલાનાં મંત્રી ફવાદ ચૌધરીને સૂચના મંત્રી બનાવવામાં આવ્યા છે. ઈમરાન આ પહેલા પણ અનેક વાર મંત્રી મંડળમાં ફેરફાર કરતા રહ્યા છે. વારંવારનાં ફેરફારથી તેમને વિપક્ષ તરફથી આકરા પ્રહારો પણ સહન કરવાનો વારો આવ્યો છે. એમ પણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાવ ખાડે ગઈ છે અને મોંઘવારીને લઈને તો પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

ફુગાવાને પાકિસ્તાન સરકાર કાબુમાં નથી લઈ શકતી. આવા બધા પ્રશ્નો અને આતંકવાદની સમસ્યા વચ્ચે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનાં છાપરા ઉડી ગયા છે અને વડાપ્રધાન ઈમરાન ખાન રહી સહી અર્થવ્યવસ્થાની ઈજ્જત બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. જો કે વિપક્ષ પણ સવાલ પુછી રહ્યું છે કે નાંણાપ્રધાન બદલવાથી અર્થવ્યવસ્થા સુધરી જશે?

Next Article