Gujarati NewsPoliticsSurat children paid attribute to martyred soldiers in pulwama ied blast
દેશમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સુરતના ભૂલકાંઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ
ગુરૂવારે બપોરે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિભાવ આપી ગુસ્સો જાહેર કરી રહ્યાં છે તો કેટલાક મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે. એવામાં સુરત શહેરભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા […]
Follow us on
ગુરૂવારે બપોરે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિભાવ આપી ગુસ્સો જાહેર કરી રહ્યાં છે તો કેટલાક મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.
એવામાં સુરત શહેરભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 231 કમરુનગર લિંબાયતમાં આજે 1200 વિદ્યાર્થીઓ સહિત આચાર્ય અને શિક્ષકોએ 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતના ખૂણે ખૂણે આ આતંકી હુમલાના વિરોધમાં લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. તેવામાં આ નાના બાળકોએ પણ આ આતંકી હુમલાના વિરોધમાં મૌન પાળ્યું.